આ રાજ્યની સરકારે કૃષિ કાયદા વિરુદ્ધ વિધાનસભમાં ઠરાવ કર્યો પસાર

કેરળ વિધાનસભમાં ગુરૂવારે મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ત્રણ નવા કેન્દ્રીય કૃષિ કાયદા વિરુદ્ધ એક ઠરાવ પસાર કર્યા છે, જેમાં બીજેપીના એકમાત્ર ધારાસભ્ય ઓ.રાજગોપાલે સમર્થન આપ્યું છે. અધ્યત્ર પી શ્રીરામકૃષ્ણને કહ્યું કે, વિધાનસભાને વિશેષ સત્રમાં ધ્વનિમતથી ઠરાવને સર્વસમ્મતિથી પસાર કરવામાં આવ્યો છે.

સીએમ પિનરાઈ વિજયને કહ્યું કે, ખેડૂતોના આંદોલન ચાલુ રહેવાથી દક્ષિણ રાજ્યમાં મુશ્કેલીઓ ઊભી થશે અને દાવો કરવામાં આવ્યા છે કે, કેન્દ્ર સરકાર ન્યૂનતમ સમર્થન મૂલ્યને ગેરન્ટીથી પાછળ હટી રહી છે. તેમમે કહ્યું કે, કેન્દ્રને દેશના હિતમાં નવા કૃષિ કાયદાને ખતમ કરવો જોઈએ. નવા કાયદાને વિશેષ રૂપથી પ્રમુથ કોરપોરેટ્સને લાભાન્વિત કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે.તેનાથી ભારતમાં ખાદ્ય ક્ષેત્રે એક સંકટ ઊભુ થઈ શકે છે. તેમણે કહ્યું કે, નવા કૃષિ કાયદાથી દેશ આખામાં ખેડૂતો ચિંતીત બન્યા છે.

વિદાનસભામાં કોંગ્રેસના ઉપનેતા કે.સી જોસેફે પણ આ પ્રસ્તાવનું સમર્થન કર્યુ, પરંતુ એલડીએફ સરકારની આલોચના કરી હતી. કોંગ્રેસ નેતાએ આ ઠરાવમાં પ્રધાનમંત્રીનું નામ શામેલ કરવા પર પણ ભાર આપ્યું હતું. જે રાજ્ય સરકારે કર્યું નહતું.

જોસેફે આરોપ લગાવ્યો હતો કે, વિજયન સરકાર વડા પ્રધાનને નિશાન બનાવવાનું વલણ લાગ્યું નહીં.તેમણે કહ્યું કે, વિજયન સરકાર, કેન્દ્ર અને નરેન્દ્ર મોદી સરકારથી શું કામ ડરી રહી છે ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap