પ્રશાંત પંડયા,રાજકોટ: રાજકોટમા ભૂદેવ પરિવારો માટે કાર્યકરતી મોખરાની સંસ્થા ભૂદેવ સેવા સમિતી દ્રારા બ્રમ પરિવારો એક તાંતણે બંધાય તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ 31 જાન્યૂઆરી સુધી સભ્યોની નોંધણી શરૂ કરવામાં આવશે. જેની સર્વ બ્રમ બંધુઓએ નોંધ લેવી.

વધુમાં તેજસ ત્રિવેદી જણાવે છે કે, ભૂદેવ સેવા સમિતીના વોર્ડ વાઈઝ પ્રમુખો દ્રારા તેઓના વોર્ડમાં અલગ અલગ સમિતી બનાવી ૩૧ જાન્યુઆરી સુધીમાં વધુમાં વધુ બ્રમ પરિવારોને સંગઠનમા જોડવાનું કાર્ય કરવામાં આવશે. અત્યાર સુધી ૧૮,૦૦૦થી વધુ સભ્યોની નોંધણી થઈ ગઈ છે અને દરેક સભ્યોને સંસ્થા તરફથી એક ઓળખકાર્ડ પણ આપવામાં આવેલ છે.

અગામી સમયમાં સંસ્થા દ્રારા ૫,૦૦૦થી વધુ સભ્યોની નોંધણી થાય તે માટે દરેક વોર્ડના પ્રમુખોને વિશેષ જવાબદારી શોપી માઈક્રો પ્લાનીંગ કરવામાં આવ્યું છે. વધુમાં તેજસભાઈના જણાવ્યાં મુજબ સંસ્થા સાથે સમાજના ડોકટર,શિક્ષકો,વકિલો,એન્જિનિયરો,કોપોરેટર કાર્યમાં સંકળાયેલ લોકોને વધુમાં વધુ જોડવામાં આવશે. દર વર્ષની જેમ અગામી ૨૦૨૧ના નવા વર્ષમાં પણ ભૂદેવ સેવા સમિતિ દ્રારા કાર્યક્રમોની હારમાળા સર્જવા યુવાનોની સમગ્ર ટીમ સજ્જ થઈ ગઈ છે.
