નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ-કાશ્મીરના લોકોને એક મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. પીએમ મોદી જમ્મુ-કાશ્મીરના લોકો માટે સેહત સ્વાસ્થ્ય વીમા યોજનાનો શુભારંભ કરશે, જે અંતર્ગત દરેક પરિવારને 5 લાખ રૂપિયા સુધીનો આરોગ્ય વીમો મળશે. પીએમ નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી આરોગ્ય વીમા યોજના શરૂ કરશે.ત્યાર બાદ તે લોકોને સંબોધન કરશે. જમ્મુ કન્વેશન સેન્ટરમાં સવારે 11 વાગ્યે એલજી મનોજ સિન્હીની હાજરીમાં આ કાર્યક્રમ યોજાશે.
પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ યોજના સાર્વત્રિક આરોગ્ય વીમોની ખાતરી કરશે. નાણાકીય જોખમ સુરક્ષા પૂરી પાડવા પર ભાર મૂકવામાં આવશે. આના દ્વારા, તમામ લોકો અને સમુદાયો માટે ગુણવત્તા અને સસ્તું આવશ્યક આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવામાં આવશે.
ખાસ વાતએ છે કે,આ યોજનાનો લાભ દેશમાં ક્યાંય પણ લઈ શકાય છે. તેના અમલ સાથે રાજ્યના તમામ 1.30 કરોડ નાગરિકોને આરોગ્ય વીમા યોજનાનો લાભ મળશે. પ્રધાનમંત્રી મોદીએ અનેક પ્રસંગોએ સ્પષ્ટ કર્યું છે કે, સુરક્ષિત અને સમૃદ્ધ જમ્મુ-કાશ્મીર તેમની પ્રાથમિકતા છે.
જમ્મુ-કાશ્મીરની જનસંખ્યા લગભગ 1 કરોડ છે. જમ્મુ-કાશ્મીરના ત્રીસ લાખ લોકો પ્રધાનમંત્રી સેહત સ્વાસ્થ્ય યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત વધુ એક કરોડ લોકોને સેહત સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવશે. બંને યોજનાઓના લાભાર્થીઓને સમાન સુવિધાઓ અને લાભ મળશે.
