કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલન વચ્ચે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખેડૂતો સાથે સીધો સંવાદ કરશે. પીઅમ મોદી દેશના 6 જુદા-જુદા રાજ્યોના ખેડૂતો સાથે વર્ચુઅલ સંવાદ કરશે. આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર પણ ઉપસ્થિત રહેશે. તમે પણ પ્રધાનમંત્રી આ કાર્યક્રમમાં પણ ભાગ લઈ શકો છો, આ માટે તમારે PMEvents.ncog.gov.in લિંક પર જવું પડશે અને રજિસ્ટ્રેશન કરવુ પડશે.
આશા છે કે, પીએમ મોદી ખેડૂતો સાથેના સંવાદ દરમિયાન કૃષિ કાયદા અંગે સરકારની સ્થિતિને સાફ કરી શકે છે. આ કાર્યક્રમમાં છ રાજ્યોના ખેડૂતો ભાગ લેશે અને ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે લેવાયેલા નિર્ણયો અંગે વડા પ્રધાન સાથે તેમના અનુભવો શેર કરશે અને દેશભરના ખેડૂતોને પણ સંબોધન કરશે. કહેવામાં આવી રહ્યું છે કે, આ સંવાદ દરમિયાન ખેડૂતો પીએમ કિસન યોજના સંબંધિત તેમના અનુભવો પણ શેર કરશે.
સાથે ક્રિસમસ અને પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ પર, પીએમ મોદી દેશભરના લગભગ 9 કરોડ ખેડૂતોને સંબોધન કરશે અને ખેડૂત કાયદા પર વાત કરશે. આ પ્રસંગે વડા પ્રધાન કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશભરના 9 કરોડથી વધુ ખેડૂતોને 18,000 કરોડ રૂપિયાની આગામી હપતા પણ ટ્રાન્સફર કરશે.
જણાવી દઇએ કે, આ કેન્દ્ર સરકારના સંપર્ક અભિયાનનો એક ભાગ છે, જેમાં ખેડૂત આંદોલનના ભાગ રૂપે દેશભરમાં 100 પ્રેસ કોન્ફરન્સ અને 700 બેઠકો યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. ભાજપ પણ પીએમના સંબોધનને ડોર ટૂ ડોર કનેક્ટિવિટી અભિયાન પણ ચલાવશે. જે અંતર્ગત કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર દ્વારા કૃષિ કાયદા અંગે લખાયેલ ખુલ્લો પત્ર ઘરે ઘરે પહોંચાડવામાં આવશે.
