PM મોદી આજે FICCIની 93મી વાર્ષિક સામાન્ય બેઠકનું સંબોધન કરશે

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉદ્યોગ સંગઠન ફિક્કી (FICCI)ની 93 મી વાર્ષિક સામાન્ય સભાને સંબોધન કરશે. પીએમ મોદી વર્ચ્યુઅલ રીતે વાર્ષિક સામાન્ય બેઠક (AGM)નું ઉદઘાટન કરશે. આ બેઠક 11, 12 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ રહી છે. તેની થીમ ‘પ્રેરિત ભારત’ છે. આ પ્રસંગે, પીએમ ‘પ્રેરિત ભારત’ બનાવવા માટે ઉદ્યોગની ભૂમિકા વિશે તેમના મંતવ્યો અને દષ્ટિકોણ શેર કરશે.

પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કર્યું હતું કે ‘FICCIની 93 મી વાર્ષિક સંમેલનમાં સંબોધન કરીને મને ખૂબ આનંદ થયો છે. આજે આપણે ભારતીય અર્થવ્યવસ્થાને લગતા વિવિધ વિષયો અને ભારતના વિકાસથી ગરીબ તેમજ પછાત લોકોને કેવી રીતે ફાયદો થાય છે તેના વિશે વાત કરીશું. 12 ડિસેમ્બરે સવારે 11 વાગ્યે લાઇવ જોડાઓ.’

જણાવી દઈએ કે,આ વર્ષની બેઠકમાં ઘણા મંત્રીએ, અમલદારો, ઉદ્યોગ માલિકો, રાજદ્વારીઓ, આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો અને અન્ય અગ્રણી ઉદ્યોગપતિઓ ભાગ લઈ રહ્યા છે. આ પરિષદ વિવિધ હિસ્સેદારોને અર્થતંત્ર પર કોરોનાની અસર, સરકાર દ્વારા કરવામાં આવતા સુધારાઓ અને ભારતીય અર્થવ્યવસ્થા માટે આગળનો માર્ગ મોકળો કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap