ખેડૂતે સિંચાઈ વિભાગની કનડગતથી કંટાળી આત્મહત્યાનો કર્યો પ્રયાસ, અધિકારીઓનો લુલો બચાવ

સાબરકાંઠા: જિલ્લામાં રવિ સીઝન માટે હાથમતી અને ગુહાઈ કેનાલમાં પાણી છોડાઈ રહ્યું છે. ત્યારે મોટાભાગનો ખેડૂત વર્ગ રાજીનારેડ થઈ ગયો છે. પરંતુ હિંમતનગર તાલુકાના વક્તાપુર ગામમાંથી પસાર થતી હાથમતી કેનાલમાં છોડાયેલા પાણીનો ઉપયોગ રાત્રે કરવા માટે સિંચાઈ વિભાગના કેટલાક અધિકારીઓ ખેડૂતો પર દબાણ કરી રહ્યા છે. જેને લઈને વક્તાપુરના એક ખેડૂતે મંગળવારે અધિકારીઓની હાજરીમાં આત્મહત્યા કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જોકે આ પ્રયાસ કરનાર ખેડૂતને સિંચાઈ વિભાગના અધિકારીઓએ પોલીસને હવાલે કર્યો હતો.

ખેડૂતે સિંચાઈ વિભાગની કનડગતથી કંટાળી આત્મહત્યાનો કર્યો પ્રયાસ, અધિકારીઓનો લુલો બચાવ

આ અંગે આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રવિ સીઝન માટે ધરોઈ ગુહાઇ જળાશયમાંથી નિકળતી કેનાલમાં પાણી છોડાઈ રહ્યુ છે. જેનો લાભ જે તે વિસ્તારમાંથી પસાર થતી કેનાલ નજીકના ખેતરોને મળે છે. દરમિયાન સિંચાઈ વિભાગના અધિકારીઓએ કેટલાક ખેડૂતોને સિંચાઈના પાણીનો ઉપયોગ રાત્રીના સમયે કરવા માટે દબાણ કરાઈ રહ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે વક્તાપુર ગામના કનુભાઈ પટેલ નામના એક ખેડૂતે રાત્રે પાણી વાળવા માટે પડતી મુશ્કેલીઓ દુર કરવા કરેલી રજુઆત બાદ રાત્રે જ પાણી ખેતરમાં વાળવુ પડશે. તેવું કહેવામાં આવતા ખેડૂત આલમ નારાજ થઈ ગઈ છે.

ખેડૂતે સિંચાઈ વિભાગની કનડગતથી કંટાળી આત્મહત્યાનો કર્યો પ્રયાસ, અધિકારીઓનો લુલો બચાવ

જેથી આ ખેડૂતે મંગળવારે સિંચાઈ વિભાગના અધિકારીઓની હાજરીમાં આત્મહત્યા કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. તે સમયે સિંચાઈ વિભાગના અધિકારીઓએ તરત જ પોલીસને જાણ કરીને બોલાવી લીધી હતી અને આત્મહત્યાનો નિષ્ફળ પ્રયાસ કરનાર ખેડૂતને પોલીસને હવાલે કરી દેવાયા હતા. જોકે આ અંગે ગુહાઈ સિંચાઈ કેનાલના એસઓ જતીનભાઈએ બચાવ કરતા જણાવ્યુ હતું કે ગુહાઈ કેનાલમાં છોડવામાં આવેલુ પાણી કેનાલના એરીયામાં આવતા તમામ ખેડૂતોને લાભ મળે તે માટે કેટલીક વખત ખેડૂતોએ જાતે સમજવાની જરૂર છે.

ખેડૂતે સિંચાઈ વિભાગની કનડગતથી કંટાળી આત્મહત્યાનો કર્યો પ્રયાસ, અધિકારીઓનો લુલો બચાવ

ઉલ્લેખનીય છે કે કેનાલમાંથી કેટલાક ખેડૂતો અવારનવાર મશીન તથા પંપ મુકીને પાણી ખેંચતા હોવાથી પાછળના ખેડૂતોને સમયસર પાણી મળી શકતુ નથી તે પણ હકિકત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap