પ્રધાનમંત્રી કેપી ઓલી શર્માને નેપાળની સંસદને ભંગ કરવાની ભલામણ રાષ્ટપતિને મોકલી હતી. ત્યારે હવે સમાચારો મળી રહ્યા છે રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ ઓલીની ભલામણ માની લેવામાં આવી છે અને હવે નેપાળની સંસદને ભંગ કરવામાં આવશે.
જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક સમયથી વિવાદિત વટહુકમના અમલના કારણે ઓલી તેમની જ પાર્ટી “નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી” માં વિપક્ષઓના નિશાના પર હતા. સંસદ ભંગ કરવાની આ ભલામણ તેમનો કાર્યકાળ પૂરો થતાં બે વર્ષ પહેલાં આવી હતી.
ઓલી શર્માએ રવિવારે સવારે મળેલી તાત્કાલિક કેબિનેટ બેઠકમાં સંસદ ભંગ માટેની ભલામણ લાદવાનો નિર્ણય લીધો હતો. સાથે મીડિયા રિપોર્ટ અનુસાર, ઓલી હવે પોતાની એક અલગ પાર્ટી બનાવી શકે છે.
વટહુકમ પર થયો હતો વિવાદ
ઓલીએ હાલમાં એક વટહુકમ લાગુ કરાવ્યો હતો, જેના દ્વારા કોન્સ્ટિટ્યૂશનલ કાઉન્સિલ એક્ટમાં બદલાવ કર્યો હતો. નવા સંશોધન અનુસાર, જો કાઉન્સિલે આડધાથી વધુ સદસ્ય મીટિંગમાં આવવા પર સહમત હોય તો,તેની બેઠક બોલાવવામાં આવી શકે છે.
કહેવામાં આવી રહ્યું છે કે, આવુ કરવા પર ઓલીએ નેપાળ સંવિધાનમાં હાલના ચેક એન્ડ બેલેન્સની વ્યવસ્થાનો નબળી કરી નાખી હતી. આ સંશોધનથી અગત્યના પદ પર નિયુક્તિઓમાં ઓલી ડાયરેક્ટ દખલ થઈ ગયા હતાં.
જણાવી દઈએ કે,પહેલા શનિવારે સાંજે ઓલી શર્માઓ રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારી સાથે મુલાકાત કરી હતી. સાથે તેમણે પોતાના વિરોધીઓ શાંત કરવાના પ્રયત્નોમાં એક બેઠક યોજી હતી.
