સૌરાષ્ટ્રના આ જિલ્લામાં બર્ડ ફ્લૂની દસ્તક, આટલા મરઘાંઓને જીવતા દફન કરાયા

કિશન બાભણિયા, ગીર સોમનાથ: ઉના તાલુકાના ચીખલી ગામે તાજેતરમાં 100 વઘુ મરઘાંના મોત થયા હતા. આથી બર્ડ ફ્લૂની આશંકા સાથે તેમના સેમ્પલ લઈને લેબોરેટરમાં મોકલાયા હતા. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે બધા મરઘાંના સેમ્પલ નહોતા લેવાયા.

ઉના તાલુકાના ચીખલી ગામે આવેલ ભાવેશ પાચા ચુડાસમાની વાડીમા બનાવેલા પોલ્ટ્રી ફાર્મમાં બારેક દિવસ પહેલા 100થી વઘુ મરઘાંના મોત થયા હતા. આથી સ્થાનીક પશું ડોક્ટર લીંબાણીના રિપોર્ટ પરથી જૂનાગઢથી ડો. ડી. એમ. પરમાર અને ડો. વઘાસિયા ચીખલી ગામે પહોચી ગઈ હતી. અને ફાર્મનુ નિરીક્ષણ કરી ચકાસણી કરી હતી.

જોકે એ વખતે તેને બર્ડ ફ્લુંના લક્ષણો ન હોવાનું જણાવ્યું હતું. આમ છતાં 4 તંદુરસ્ત અને 3 બીમાર મરઘાના લોહીના નમુના પરીક્ષણ માટે લીઘા હતા. તેને ભોપાલ લેબ ટેસ્ટીગ માટે મોકલ્યા હતા. જેની બર્ડફ્લુનો રિપોર્ટ પોઝિટિવ આવતાં પશુપાલક વિભાગ દોડતું થયુ હતું. જાેકે બધા મરઘાને બર્ડ ફ્લુ ન હોવાનું પણ તંત્રએ જણાવ્યું હતું. જેમા 100 જેટલા જીવીત મરઘા ઓને દફન કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap