કિશન બાંભણીયા,ગીર સોમનાથ: દીવ જિલ્લા પંચાયત અને ૪ ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન 67.03 ટકા થયું હતું. જેમાં ઉમેદવારોનું ભાવિ ઇવીએમ મશીનમાં બંધ થયેલ હતું.
મતદાન દીવ કલેક્ટર સલોની રાયના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ શાંત અને ભય મુક્ત વાતાવરણમાં થયું હતું. દરેક મતદાન મથકમાં સેનેટાઈઝર કર્યા બાદ મતદાન સમયે મતદારોને થર્મલસ્કેનીગ સેનેટાઈઝર અને ગ્લેવઝ આપી મતદાન કરાવ્યું હતું.

મતદાન વચ્ચે સોશ્યલ ડિસ્ટન્શ જળવાઈ રહે તેવી દીવ પ્રસાશને વ્યવસ્થા કરી હતી. દરેક મતદાન મથકમાં પોલીસ અને વૃદ્ધો, અપંગો માટે વોલિંટરની વ્યવસ્થા કરવામાં આવી હતી. મતદાર બાદ દરેક ઇવીએમ મશીનને પ્રશાસન દ્વારા નક્કી કરેલ સ્થળ પર સુરક્ષિત રીતે મૂકવામાં આવ્યા હતા. મતદાન સમયે દીવ કલેક્ટર સલોની રાય એ દરેક પોલિંગ બૂથમાં મુલાકાત લીધી હતી. અને મતગણતરી તા. 11 નવે. ના બુધવારે થશે.
