વિયન પરમાર,રાજકોટ: જિલ્લામાં કોંગ્રેસ સાથે પોલીસ રાજકીય કિન્નાખોરી રાખતી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના આગેવાનો એ જિલ્લા પોલીસ વડાને મૌખિક રજૂઆત કરી છે.
ગુજરાતમાં જીલ્લા તાલુકા અને નગરપાલિકાની ચુંટણી યોજાવાની છે ત્યારે ભાજપ કોંગ્રેસના કાર્યકરો દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. પરંતુ કોરોનાના બહાના હેઠળ જિલ્લા પોલીસ કોંગ્રેસ સાથે રાજકીય કિન્નાખોરી રાખતી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ આગેવાનોએ જીલ્લા પોલીસ વડાને મૌખિક રજુઆત કરવામાં આવી છે.
ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલીત વસોયા, જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન અર્જુન બગરીયા, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હેમાંગ વસાવડા, તથા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરાની આગેવાનીમાં એસપીને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે પોલીસે કોંગ્રેસ સાથે રાજકીય કિન્નાખોરી રાખી રહી છે.
ગોંડલમાં કોંગ્રેસના 17 કાર્યકરો ભેગા થયા તો પોલીસ ગુનો નોંધે છે જયારે તાજેતરમાં જ ગોંડલમાં ભાજપના ધારાસભ્યના પુત્રનો રકતધન કેમ્પ યોજાયો જેમાં હજારો લોકો ભેગા થયા, સાંસદ દ્વારા કલાકારોનો મેળાવડો કરવામાં આવ્યો લોધીકામાં ભાજપનો મેળાવડો કરવામાં આવ્યો છતાં પોલીસ મુકપ્રેક્ષકની બની આંખ મિચારણા કરે છે. જયારે કોંગ્રેસના કાર્યકરો સામે ગુનો નોંધાય છે જે અંગે રજુઆત કરી પોલીસ કોઈના ઈશારે કામ કરવાના બદલે કાયદાનો યોગ્ય ઉપયોગ કરે તેવી માંગ કરી છે.
