રાજકોટ અગ્નિકાંડમાં પોલીસે લાજ છોડી કરી કાર્યવાહી, ત્રણ ડોક્ટરોની અટકાયત

વિનય પરમાર,રાજકોટ: શહેરના મવડી વિસ્તારના આનંદ બંગલા ચોકમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હૉસ્પિટલના આઇસીયુ વિભાગમાં લાગેલી આગમાં પાંચ દર્દીઓ જીવતા ભૂંજાય ગયા હતા તે બનાવમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલનું સંચાલન કરતા ગોકુળ હોસ્પિટલના ચેરમેન ડૉ.પ્રકાશ મોઢા સહિત પાંચ તબીબો સામે આઈપીસી કલમ 304 (એ) મુજબ ગુનો દાખલ કરી ત્રણ ડોકટરોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને અન્યની સંભવત આજે અટકાયત કરવામાં આવશે અને તપાસના અંતે કાર્યવાહી કરવામાં આવશે તેમ સીટના સૂત્રોએ જણાવ્યું હતું.

આ આગ કઈ રીતે લાગી તે હજુ સ્પષ્ટ બન્યું નથી.આ માટે ઇલેક્ટ્રિક એન્જીનિયર અને એફએસએલના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.હાલ સીટ દ્વારા માત્ર શહેરને હચમચાવનાર આ અગ્નિકાંડમાં કોઈની બેદરકારી હતી કે કેમ તે મુદ્દે તાપસ કરવામાં આવી રહી છે, તાપસના અંતે અનેક મુદ્દે બેદરકારી જણાતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પત્રકાર પરિષદમાં સીટના અધ્યક્ષ ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના આઇસીયું વિભાગમાં ઇમરજન્સી એકઝીટ ગેટ બંધ હાલતમાં હતું, તેના દરવાજા પાસે પણ મશીનરી અને બીજો સામાન રાખી અવરોધ ઊભો કરવામાં આવ્યો હતો.જેને કારણે દર્દીઓ તેનો ઉપયોગ કરી શક્યા ન હતા.57 બેડની હોસ્પિટલમાં એક જ એન્ટ્રી ગેટ હતો,તેની પહોળાઈ પણ 4 ફૂટ જ હતી અને તે પણ સીડીના સ્વરૂપમાં હતું. આ પગથિયાં વાટે જ ચડવા અને ઉતરવાની વ્યવસ્થા હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap