પંચમહાલ: જિલ્લાના શહેરા તાલુકાના વલ્લભપુરના ગામના આઠ જેટલા યુવાનો આત્મવિલોપનનો પ્રયાસ કરે તે પહેલા તેમને પોલીસ દ્વારા અટકાવી દેવામા આવ્યા હતા. આત્મવિલોપનનો પ્રયાસ કરનાર યુવાનોનો દ્વારા આક્ષેપ કરવામા આવ્યો છે કે, તંત્ર દ્વારા ગૌચરની જમીનમાં ખોટી નોધો પાડવામા આવી છે. તેને રદ કરવામા આવે. આ તરફ યુવાનોએ આ બાબતે અપીલનો રસ્તો અપનાવશે તેવી બાહેધરી આપી હોવાનુ પ્રાન્ત અધિકારીએ મીડિયાને જણાવ્યુ હતુ.

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામા આવેલા વલ્લભપુર ગામે આવેલી સર્વે નંબરની ગૌચરની જમીનના ખોટી નોધો પાડવામા આવી હોવાનો આક્ષેપ કરવામા આવ્યો હતો.આ નોંધો રદ કરવા માટે લેખીત રજુઆત પ્રાન્ત સહિતની કચેરીઓને પણ કરવામા આવી હતી.વધુમા આ જમીનમાં પાડેલી ખોટી નોંધો રદ કરવાની માંગ સાથ શહેરા સેવાસદન કચેરી ખાતે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી.જેને લઇને સવારથી જ પોલીસતંત્ર એલર્ટ થઈ ગયુ હતુ.સેવાસદનના ગેટની બહાર પોલીસ જવાનોનો કાફલો ખડકી દેવામા આવ્યો હતો.

આરોગ્ય વિભાગની એમ્બૂલન્સ તેમજ શહેરાનગર પાલિકાનુ ફાયરફાયટર સ્ટેન્ડ બાય રાખવામા આવ્યુ હતુ.બપોરના સમયે અચાનક સ્કોર્પિયો ગાડીમાથી ઉતરીને યુવાનોએ હાથમા રહેલી પેટ્રોલ ભરેલી બોટલ પોતાના પર નાખવાનો પ્રયાસ કર્યો હતો.પણ તે પહેલા પોલીસ જવાનો દ્વારા તેમને પકડીને અટકાવી દેવામા આવ્યા હતા.યુવાનો અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દશ્યો પણ સર્જાયા હતા.વધુમા આ યુવાનોને પ્રાન્ત કચેરી ખાતે લઈ જવામા આવ્યા હતા.ત્યાથી પોલીસ મથક ખાતે લઈ જવામા આવ્યા હતા.અને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.
સેવાસદનમા કામકાજ અર્થે આવેલા લોકો પાછા ફર્યા
સોમવાર ખુલતો દિવસ હોવાથી શહેરા સેવાસદન કચેરી ખાતે કામકાજ અર્થે લોકો આવતા હોય છે.પરંતૂ યૂવાનોના આત્મવિલોપનની મામલે સવારથી સેવાસદનના ગેટની પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઢવી દેવામા આવ્યો હતો.જેના પગલે કામકાજ અર્થે આવતા કેટલાક લોકો પરિસ્થીતીનો તાગ જોઇને પાછા જતા રહ્યા હતા.

ખોટી એન્ટ્રી રદ થાય તેવી માંગણી: યોગેન્દ્રસિંહ સોલંકી
મિડીયા સાથેની વાતચીતમા યુવાન યોગેન્દ્રસિંહે જણાવ્યુ કે વલ્લભપુરમા 70 વર્ષમા જે એન્ટ્રી નથી પડી તે આજે આ કચેરી દ્વારા પડી છે.જે 88 હેકટર છે.જેમા કોઈ જગ્યાએ પોતખરાબો નહી.જે વિવાદવાળી જગ્યાએ છે.જેમા પોતખરાબોની ખોટી એન્ટ્રી પાડી છે.તે રદ થવી જોઈએ.૬૫૭-બમા તેમજ બીજી કાચી બે એન્ટ્રી રદ થાય તેવી અમારી માંગણી છે.
યુવાનો અપીલનો રસ્તો અપનાવશે:પ્રાન્ત અધિકારી જયકુમાર બારોટ
મિડીયા સાથેની વાતચીતમાં પ્રાન્ત અધિકારી જય બારોટે જણાવ્યુ કે શહેરા તાલુકાના વલ્લભપુર ગામના આઠ રહીશોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી.તેઓની રજુઆત હતી કે ગામ નમુના નં-૬માં કેટલાક ખોટા ફેરફાર નોંધ પડેલા છે.આ આઠેય રહીશોને પ્રાન્ત કચેરી શહેરા ખાતે બોલાવીને તેમને શાંતિપુર્વક જો આ નોધો ખોટી પડેલ હોય તો તે સામે કયા કયા કાયદાકીય રસ્તાઓ ઉપલબ્ધ છે,તે બાબતે સમજુત કરવામા આવ્યા હતા.આ સમજુતી બાદ તેઓએ આત્મવિલોપન ન કરતા અપીલનો રસ્તો અપનાવશે તેવી બાહેધરી આપેલી છે.
