કચ્છ: સોશિયલ મીડિયા પર પોલીસની બાજ નજર, ઉશ્કેરણી જનક મેસેજ કરનારાઓ વિરુદ્ધ થશે કાર્યવાહી

બિમલ માંકડ,કચ્છ: હાલમાં કચ્છ જિલ્લામાં અસામાંજીક તત્વો દ્રારા સોશિયલ મીડિયાના માધ્યમથી કોમી એકતાતે તોડવાના પ્રયત્નો થઇ રહ્યું હોવાનું પોલીસના ધ્યાને આવ્યું છે. આવા કૃત્ય કરનાર તમામ આરોપીઓને શોધી તેઓની ઉપર ગુનાઓ દાખલ કરવાની કાર્યવાહી કરવાની તજવીજ ધરી હતી.

પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લાની જાહેર જનતાને પોલીસ દ્રારા નમ્ર અપીલ કરવામાં આવે છે કે, કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે લોકોએ ખોટી અફવામાં આવવું નહીં અને સોશિયલ મીડિયાના માધ્યમથી ખોટા ઓડીયો મેસેજ વીડિયો ક્લિપ બનાવી ખોટા મેસેજો વાયરલ કરવા નહીં પૂર્વ કરછ ગાંધીધામ જિલ્લાની સાયબર સેલ ટીમો દ્વારા સોશિયલ મીડિયા પર સતત વોચ રાખવામાં આવી રહેલ છે.

જો સોશિયલ મીડિયામાં આવા ખોટા ઓડીયો ક્લિપ કે વીડિયો ક્લિપ વાયરલ કરવામાં આવશે તો તેવા ઇસમો વિરૂધ્ધ ગુનાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

જેથી પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લાની જાહેર જનતાને કચ્છની કોમી એકતા જાળવી રાખવા અપીલ કરવામાં આવી છે. તેમજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ખોટા મેસેજો વીડિયો ક્લિપ કે ઓડિયો મેસેજ વાયરલ કરતા ઇસમો ધ્યાને આવે તો તાત્કાલીક પોલીસની સંપર્ક કરવા પોલીસ દ્વારા જાહેર જનતાને જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap