ધ્વનિપ્રદૂષણ કરનારા બુલેટરાજાઓ સામે પોલીસની કાર્યવાહી, આટલા બુલેટ કર્યા ડિટેઇન

પંચમહાલ: જિલ્લાના ગોધરા શહેરમાં જાહેર સ્થળો પર બુલેટ લઇને આંટાફેરા મારીને ધ્વનિપ્રદૂષણ ફેલાવનારાઓ બૂલેટરાજાઓ પર પંચમહાલ પોલીસે લાલ આંખ કરી છે. ગોધરા શહેરના નાગરિકની રજુઆતને પગલે સરકારના કાયદાનુ કડક અમલ કરતા પોલીસે 21 જેટલી બુલેટબાઇકો ડીટેન કરીને મેમો આપવાની કાર્યવાહીને પગલે ગોધરાના કહેવાતા બુલેટરાજાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં સાયલન્સર બદલીને બૂલેટ ફેરવીને ભારે ધ્વનિપ્રદુષણ ફેલાવતા હતા. વધુમાં તેના કારણે આમ નાગરિકો પણ તેનો ભોગ બનતા હતાં. ગોધરા શહેરમાં રહેતા જાગૃત નાગરિક દ્વારા અવાજ કરનારી બૂલેટ બાઈકો સામે પગલા લેવામા આવે તેવી રજુઆત કરી હતી.

જેથી બુલેટ બાઇકો સામે પગલાં ભરવામાં આવે એવી માંગણી કરતી રજુઆત રાજ્ય વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુને કરી હતી.જે બાદ વાહન વ્યવહાર મંત્રીએ તાજેતરમાં જ રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને ધ્વનિ પ્રદુષણ ફેલાવતા બુલેટ બાઈક સામે કાર્યવાહી કરવા લેખિતમાં ભલામણ કરી હતી. ત્યારે સરકારે પણ માત્ર ગોધરા જ નહિં સમગ્ર રાજ્યમાં ધ્વનિ પ્રદુષણ ફેલાવતા હોય એવા બુલેટ બાઈક સામે કાર્યવાહી કરવાની પોલીસ વિભાગને સૂચના આપવામાં આવી છે.

સરકારના આદેશ બાદ ગોધરા શહેર ટ્રાફીક પોલીસ ટીમ એક્શનમાં આવી ગઈ છે. હાલ તો 21 જેટલા બુલેટ બાઈક ડિટેઇન કરીને મેમો આપવામા આવ્યા છે.આગામી સમયમાં પણ આ પોલીસ દ્વારા બુલેટગિરી કરતા તત્ત્વો સામે કાર્યવાહી ચાલુ રાખવામા આવનાર હોવાના પગલે ગોધરા શહેર અને જીલ્લાના બુલેટ ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap