પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી COVID-19 વેક્સિન વિકસિત કરવાના કામ માટે શનિવારે 3 શહેરોની મુલાકાતે છે. આ અંતર્ગત તેઓ અમદાવાદ પહોંચી ગયા હતા. ત્યા ઝાયડસ કેડિલામાં કોવીડિ વેક્સિનની વિઝીટ કરી હતી. ઝાયડસમાં તૈયાર કરવામાં આવેલી ટ્રાયલ વેક્સિનની તસવીરો સામે આવી છે.

ઝાયડસ કેડિલાના જણાવ્યા અનુસાર, તેની સંભવિત વેક્સિન ZyCoV-Dનું ફેઝ -1 ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ થઈ ગયું છે અને તેણે ઓગસ્ટથી ફેઝ -2 ક્લિનિકલ ટ્રાયલ્સ શરૂ કરી દીધી છે.
અમદાવાદથી પીએમ મોદી હૈદરાબાદ જશે, જ્યાં તેઓ ભારત બાયોટેકના કેન્દ્રની મુલાકાત લેશે. હાલમાં ભારત બાયોટેકની સંભવિત વેક્સિન Covaxinના ફેઝ-3 ટ્રાયલ્સ શરૂ થયા છે. ભારત બાયોટેક દ્વારા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વિરોલોજીના સહયોગથી Covaxinને વિકસિત કરી છે.

ઈન્ડિયા બાયોટેક સેન્ટરમાં લગભગ એક કલાક વિતાવ્યા બાદ, પીએમ મોદી પૂના જવા રવાના થશે, જ્યાં તેઓ COVID-19 વેક્સિન માટે વૈશ્વિક ફાર્મા કંપની AstraZeneca અને Oxford યુનિવર્સિટી સાથે ભાગીદારી કરી ચૂકેલી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) ની મુલાકાત લેશે. ભારતમાં આ રસી ફેઝ -3 ટ્રાયલમાં પણ છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, વડા પ્રધાન સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ SII કેમ્પસ પહોંચશે અને લગભગ એક કલાક અહીં રોકાશે. આ પછી, પીએમ મોદી સાંજે દિલ્હી જવા રવાના થશે.
