પીએમ મોદીએ સર્વપક્ષીય બેઠકમાં કહ્યું- કોરોના વેક્સિન ટુંક સમયમાં આવી જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા કોરોના વાયરસ પર સર્વપક્ષીય બેઠકને સંબોધન કર્યું હતું. આ દરમિયાન પીએમએ કહ્યું કે, અમે હાલમાં બજારમાં બીજી ઘણી વેક્સિનઓના નામ સાંભળી રહ્યા છીએ, પરંતુ વિશ્વની નજર સૌથી ઓછી કિંમતે, સલામત વેક્સિન પર છે અને તેથી આખી દુનિયા પણ ભારત પર નજર રાખી રહી છે.

લગભગ 8 આવી સંભવિત વેક્સિન છે જે ટ્રાયલના જુદા-જુદા તબક્કામાં છે અને તેનું ઉત્પાદન ફક્ત ભારતમાં થવાનું છે. ભારતની પોતાની 3 વેક્સિન પરીક્ષણો વિવિધ તબક્કામાં છે. નિષ્ણાતો માની રહ્યા છે કે વેક્સિનની વધારે રાહ જોવી નહીં પડે.

પીએમ મોદીએ કહ્યું કે,એવું માનવામાં આવી રહ્યું છે કે, આવતા થોડા અઠવાડિયામાં કોરોના વેક્સિન તૈયાર થઈ જશે, વૈજ્ઞાનિકોને ગ્રીન સિગ્નલ મળતાં જ ભારતમાં વેક્સિન અભિયાન શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો સાથે વેક્સિનના ખર્ચ અંગે વાત કરી રહી છે. વેક્સિનના કિંમત અંગેનો નિર્ણય જાહેર આરોગ્યને અગ્રતા આપતા કરવામાં આવશે. રાજ્ય સરકારો તેમાં પૂર્ણ ભાગીદારી કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap