કોરોના વેક્સિન અંગે પીએમ મોદીનું મોટું નિવેદન, દરેકને આપવામાં આવશે રસી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, તમામ ભારતીયોને કોરોના વાયરસ વેક્સિનનો ડોઝ આપવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું છે કે, વેક્સિન વહીવટ સંચાલિત કરવા અને તેનો યોગ્ય અમલ કરવા માટે રાષ્ટ્રીય નિષ્ણાત જૂથની રચના કરવામાં આવી છે.

એક અંગ્રેજી સમાચાર પેપરને આપેલા ઈન્ટરવ્યૂમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે,” હું દેશને ખાતરી આપવા માંગુ છું કે, જ્યારે પણ વેક્સિન મળશે ત્યારે દરેકને રસી આપવામાં આવશે. કોઈને બકાત રાખવામાં આવશે નહીં.”

કોરોના પર પીએમ મોદીનું નિવેદન

“હું દેશને ખાતરી આપવા માંગુ છું કે દેશમાં વેક્સિન ઉપલબ્ધ થતાંની સાથે જ દરેકને રસી આપવામાં આવશે, કોઈને છોડવામાં આવશે નહીં. ભારતમાં, સરકારે લીધેલા નિર્ણયો અને લોકોની સહાયથી લોકોનો જીવ બચાવ્યો છે.” લોકડાઉન લાગુ કરવાનો અને પછી અનલોક કરવાની પ્રક્રિયામાં જવાનો સમય સંપૂર્ણ રીતે યોગ્ય હતો. કોરોના વાયરસનું સંકટ હજી પણ અકબંધ છે, તેથી લોકોએ સાવધ રહેવું જોઈએ. તહેવારના દિવસોમાં લોકોએ વધુ જાગૃત રહેવું જોઈએ, આ સમયે કોઈક રીતે ઢીલ આપવી નહીં.”

પીએમ નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, ‘અલબત્ત, શરૂઆતમાં અમે નબળા અને ફ્રન્ટલાઈન વર્કર્સની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ. કોવિડ -19 માટે વેક્સિન વહીવટ પર એક રાષ્ટ્રીય નિષ્ણાત જૂથની રચના કરવામાં આવી છે.’

ભારતની આખી વસ્તી સુધી કોરોના વાયરસની વેક્સિન આપવાની વ્યાપક પગલાઓ વિશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “28,000થી વધુ કોલ્ડ ચેન પોઇન્ટ કોવિડ -19 રસીને સ્ટોર કરશે અને તેનું વિતરણ કરશે જેથી ખાતરી થાય કે તેઓ અંતિમ બિંદુ સુધી પહોંચે છે. રાજ્ય, જિલ્લા અને સ્થાનિક સ્તરે સમર્પિત ટીમો જોશે કે, રસી વિતરણ, વહીવટ વ્યવસ્થિત અને જવાબદાર રીતે કરવામાં આવે છે.”

જોકે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કોરોના વાયરસની વેક્સિન હજી પ્રગતિ પર છે અને પરીક્ષણ ચાલુ છે. પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે નાગરિકોમાં કોરોના વાયરસ રસી પહોંચાડવાની રીતને લઈને નિષ્ણાંતો પ્રશાસનને માર્ગદર્શન આપશે.

વૈશ્વિક સ્તરે, લગભગ 150 કોરોના વાયરસ રસી પરીક્ષણના વિવિધ તબક્કામાં છે. ભારતમાં બે સ્વદેશી કોવિડ-19 રસીઓ ટ્રાયલ ચાલી રહી છે, જેમાં કોવેક્સિનનો સમાવેશ થાય છે, જે ભારત બાયોટેક દ્વારા વિકસિત કરવામાં આવે છે, અને બીજું ઝાયડસ કેડિલા દ્વારા. ભારત ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા કોરોના વાયરસનું પણ પરીક્ષણ કરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap