પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આસામને આપશે મોટી ભેટ, જાણો વિગતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 ફેબ્રુઆરીએ આસામમાં‘મહાબાહુ-બ્રહ્મપુત્ર’નો પ્રારંભ કરશે અને બે પૂલોના બાંધકામનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 ફેબ્રુઆરી 2021ના રોજ બપોરે 12 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આસામમાં ‘મહાબાહુ-બ્રહ્મપુત્ર’નો પ્રારંભ કરશે અને ધુબરી ફુલબરી પુલનો શિલાન્યાસ કરશે તેમજ મજુલી પુલના બાંધકામ માટે ભૂમિપૂજન કરશે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી; બંદરો, જહાજ અને જળમાર્ગ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) અને આસામના મુખ્યમંત્રી આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. મહાબાહુ- બ્રહ્મપુત્ર નીઆમાતી- મજુલી ટાપુઓ, ઉત્તર ગુવાહાટી- દક્ષિણ ગુવાહાટી અને ધુબરી- હાટસિંગીમારી વચ્ચે રો-પેક્સ જહાજની પરિચાલન કામગીરીના ઉદ્ઘાટન; બ્રહ્મપુત્ર નદી પર જોગીઘોપા અને વિવિધ પર્યટન જેટ્ટીઓ ખાતે આંતરિક જળમાર્ગ પરિવહન (IWT) ટર્મિનલનો શિલાન્યાસ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટે ડિજિટલ ઉકેલોના પ્રારંભ સાથે મહાબાહુ-બ્રહ્મપુત્રનો પ્રારંભ કરવામાં આવશે.
આ કાર્યક્રમનો ઉદ્દેશ ભારતના પૂર્વીય ભાગોમાં વિના અવરોધે કનેક્ટિવિટી પૂરી પાડવાનો છે અને તેમાં બ્રહ્મપુત્ર નદી તેમજ બરાક નદીની આસપાસમાં વસતા લોકો માટે વિકાસની વિવિધ પ્રવૃત્તિઓ તેમાં સમાવવામાં આવી છે.

રો-પેક્સ સેવાઓની મદદથી બંને કાંઠાઓ વચ્ચેની કનેક્ટિવિટી ઉપલબ્ધ થવાથી મુસાફરીનો સમય ઘટી જશે અને આ પ્રકારે જમીન માર્ગે થતી મુસાફરીનું અંતર ઓછું થઇ જશે. નીઆમાતી અને મજુલી વચ્ચે રો-પેક્સ સેવાનો પ્રારંભ થવાથી હાલમાં વાહનો દ્વારા 420 કિમીનું અંતર કાપવામાં આવે છે તે ઘટીને માત્ર 12 કિમી થઇ જશે જેના પરિણામે આ પ્રદેશમાં નાના પાયાના ઉદ્યોગોને માલની હેરફેર પર ખૂબ જ મોટી અસર પડશે. એમ.વી. રાની ગાઇદિન્લ્યુ અને એમ.વી. સચીન દેવ બર્મન નામના સ્વદેશમાં તૈયાર કરવામાં આવેલા બે રો-પેક્સ જહાજનું અહીં પરિચાલન શરૂ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap