PM મોદી આજે વારાણસીની મુલાકાતે, રાષ્ટ્રીય ધોરીમાર્ગનું કરશે ઉદ્ઘાટન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય મત વિસ્તાર વારાણસીની મુલાકાત લેશે. તેઓ વારાણસીથી પ્રયાગરાજ વચ્ચે 6-લેન રાષ્ટ્રીય ધોરીમાર્ગનું ઉદ્ઘાટન કરશે. આ સિવાય તે ત્યાં દેવ દિવાળીમાં પણ ભાગ લેશે.

પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા શનિવારે જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પીએમ મોદી કાશી વિશ્વનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટ સાઇટની મુલાકાત લેશે અને સારનાથ પુરાતત્વીય સ્થળની પણ મુલાકાત લેશે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એનએચ -19નો 73 કિલોમીટરનો વિસ્તાર પહોળો કરી દેવામાં આવ્યો છે અને તેને 2447 કરોડના ખર્ચે 6-લેન બનાવવામાં આવ્યો છે, જેનાથી પ્રયાગરાજ અને વારાણસી વચ્ચેનો મુસાફરીનો સમય એક કલાકનો ઘટાડો થશે.

દેવ દિવાળી વિશે વાત કરીએ તો તે વારાણસીમાં રોશનીના પ્રસિદ્ધ પર્વ બની ગયો છે અને તે કાર્તિક મહિનાના ‘પૂર્ણ ચંદ્ર’ પર ઉજવવામાં આવે છે.

પ્રધાનમંત્રી મોદી વારાણસીના રાજઘાટ ખાતે દીપ પ્રગટાવી ઉત્સવની શરૂઆત કરશે ત્યારબાદ ગંગા નદીના બંને કાંઠે 11 લાખ દીપ પ્રગટાવશે.

પીએમ મોદી સારનાથ પુરાતત્ત્વીય સ્થળ પર ‘લાઇટ એન્ડ સાઉન્ડ’ શો પણ જોશે, જેનું તેમણે આ મહિનાની શરૂઆતમાં ઉદ્ઘાટન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap