પીએમ મોદીએ ગુજરાતના આ શહેરોમાં મેટ્રો પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2 અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરી, ગુજરાતના સીએમ વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ આ સમારોહમાં હાજર રહ્યા હતાં.

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2 28.25 કિલોમીટર લાંબી છે. મોટેરા સ્ટેડિયમથી કોરિડોર-1 હેઠળ મહાત્મા મંદિર 22.8 કિ.મી. કોરિડો -2 GNLUથી GIFT સિટી સુધી 5.4 કિલોમીટર લાંબી છે. ફેઝ-2ના પ્રોજેક્ટની કુલ પૂર્ણ કિંમત 5,384 કરોડ રૂપિયા છે.

સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ 40.35 કિલોમીટર લાંબો છે અને તેમાં બે કોરિડોરનો સમાવેશ છે. કોરિડોર-1 સરથાણાથી ડ્રીમ સિટી સુધી 21.61 કિલોમીટર લાંબી છે. કોરિડોર-2 ભેસાણથી સરોલી સુધીના 18.74 કિ.મી. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 12,020 કરોડ રૂપિયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap