પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે ભારતની COVID-19 વેક્સિન સંબંધી વ્યૂહરચનાની સમીક્ષા કરવા માટે એક બેઠક યોજી હતી. આ મીટિંગમાં, જરૂરિયાતમંદ લોકોને વેક્સિન પહોંચાડવા અને પ્રથમિકતા વાળી જનસંખ્યા સમૂહ (જેમાં કોરોના વોરિયર્સ અને અન્ય ફ્રન્ટલાઈન કર્મચારીઓ સહિત)ને પ્રાધાન્ય આપવા જેવા ટેકનોલોજી પ્લેટફોર્મના ઉપયોગ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
પીએમ મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, “જનસંખ્યા સમૂહને પ્રાધાન્ય આપવા, સ્વાસ્થ્ય સંભાળ કાર્યકરોની પહોંચ, કોલ્ડ-ચેન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબુત બનાવવું, રસી આપનારા લોકોની સંખ્યામાં વધારો કરવો અને જરૂરીયાતમંદોને વેક્સિન પહોંચાડવા માટે ટેક્નોલોજી પ્લેટફોર્મ. સમીક્ષા કરવામાં આવી હતી.”
એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પીએમ મોદીએ નિર્દેશ આપ્યો છે કે, તેઓ સમયસર ખરીદી કરશે અને વેક્સિન ઉપલબ્ધ થાય કે તરત જ રસીકરણ અભિયાન શરૂ કરવા નિયમનકારી મંજૂરી મળે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વેક્સિન ટ્રાયલના ત્રીજા તબક્કાના પરિણામો આવતાની સાથે જ અમારા મજબૂત અને સ્વતંત્ર નિયમનકારો ઝડપથી અને સંપૂર્ણ તપાસ કરશે અને તેમના ઉપયોગને મંજૂરી આપવાની દિશામાં કામ કરશે.
