ખેડૂતનો આંદોલન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરી એકવાર આ મુદ્દાનો ઉલ્લેખ કર્યો અને વિપક્ષ નિસાન સાધ્યા હતો. કચ્છમાં અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા આવેલા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ખેડૂતો અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમણે કહ્યું હતું કે,કેટલાક લોકો કૃષિ કાયદાઓને લઈને ખેડૂતો સાથે રાજનીતિ કરી રહ્યા છે. આ લોકો ખેડૂતોને આગળ વધવા દેવા માંગતા નથી.
પીએમ મોદીએ ખેડૂતોને સંદેશ આપ્યો હતો કે,કૃષિ કાયદા તેમના પક્ષમાં છે. તેમણે કહ્યું કે, ઘણાં વર્ષોથી કૃષિ સુધારાની માંગ કરવામાં આવી રહી હતી.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે,’દિલ્હીની બોર્ડર પર ખેડૂતોને ભ્રમિત કરવાનું કાવતરું ચાલી રહ્યું છે. તેઓને ડર લાગી રહ્યો છે કે નવા કૃષિ સુધારા બાદ તેઓ ખેડૂતોની જમીન પર બીજા લોકો કબ્જો કરી લેશે. હું તમને કહેવા માંગુ છું કે,જો કોઈ ડેરીમેન તમારી પાસેથી દૂધ લેવા કોન્ટ્રેક્ટ કરે છે, તો શું તે તમારી ગાય-ભેંસ લઈ જાય છે? આપણા દેશમાં ડેરી ઉદ્યોગનું યોગદાન લગભગ 8 લાખ કરોડ છે. આ પ્રણાલીમાં પશુપાલકોને સ્વતંત્રતા મળી છે. આજે દેશ પૂછે છે કે આવા નાના અને સીમાંત ખેડૂતોને આવી આઝાદી કેમ ન મળવી જોઈએ.”
પીએમ મોદીએ કહ્યું હતું કે, ખેડૂત સંગઠનો ઘણા વર્ષોથી તાજેતરના કૃષિ સુધારણાની માંગ કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે ગમે ત્યાં અનાજ વેચવાની વ્યવસ્થા કરવામાં આવે. આજે લોકો વિપક્ષમાં બેસીને ખેડૂતોને ભ્રમિત કરી રહ્યા છે, તેઓ સરકારમાં હતા ત્યારે પણ કૃષિ સુધારણાના પક્ષમાં હતા. પરંતુ તેમની સરકાર દરમિયાન તે કોઈ નિર્ણય લઈ શક્યા ન હતા, જ્યારે આજે અમે આ પગલું ભર્યું, ત્યારે આ લોકોએ ખેડૂતોને મૂંઝવણમાં લાવવાનો પ્રયાસ શરૂ કર્યો.
પ્રધાનમંત્રી કહ્યું કે, હું વારંવાર અને પુનરાવર્તન કરું છું કે ખેડૂત ભાઈઓની દરેક સમસ્યા માટે સરકાર 24 કલાક તૈનાત છે. આખા દેશએ અમારી સરકારને આશીર્વાદ આપ્યા. ખેડૂતોના આશીર્વાદની આ તાકત ભ્રમમાં રહેશે અને રાજકારણ કરનારાઓને પરાજિત કરવામાં આવશે.
