કોરોના અસરગ્રસ્ત રાજ્યોના CM સાથે પીએમ મોદીની બેઠક, કેજરીવાલે કરી પ્રધાનમંત્રીને અપીલ

પીએમ નરેન્દ્ર મોદીએ કોરોનાના વધતા જતા કેસો અંગે 8 સૌથી ખરાબ અસરગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન મુખ્યમંત્રીઓએ તેમના રાજ્યમાં કેસ વધવાના પાછળનાં કારણો શું છે તે સમજાવ્યું. આ જ ક્રમમાં, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે, જે કોરોના કેપિટલ બન્યા છે, તેમણે કહ્યું કે કોરોના કેસ વધવાના ઘણા કારણો છે. તેમણે પ્રદૂષણ અને પરાલી સળગાવવા પર જવાબદાર ગણાવી છે.

કેજરીવાલે પરાલીને લઈને વડાપ્રધાનને અપીલ કરી

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને કહ્યું કે, 10 નવેમ્બરના રોજ દિલ્હીમાં 8600 કેસ નોંધાયા હતા, જે ત્રીજી સૌથી મોટી પીક છે. કેજરીવાલે કહ્યું કે, ત્યારથી કોરોનાનો પોઝિટિવિટી રેટ ઘટતો જણાય રહ્યો છે. ત્રીજી વેવ માટે ઘણા કારણો હતા. જેમાં પ્રદૂષણ પણ એક કારણ હતું. આ દરમિયાન કેજરીવાલે પીએમ મોદીમાં પરાલી સળગાવવાથી થતાં પ્રદૂષણની પણ ચર્ચા કરી હતી અને પીએમને આ મામલે દરમિયાનગીરી કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે રાજ્યોએ સ્ટ્રો માટે બાયો ડિમ્પપોઝર્સના ઉપયોગ પર ભાર મૂકવો જોઈએ.

આ સિવાય કેજરીવાલે પ્રધાનમંત્રીને કહ્યું કે, જ્યાં સુધી દિલ્હીમાં કોરોનાની ત્રીજો વેવ પૂરી ન થાય ત્યાં સુધી કેન્દ્રની હોસ્પિટલોમાં 1000 આઈસીયુ બેડ કોરોના દર્દીઓ માટે રિઝર્વ રાખવા જોઈએ.

સીએમ ઠાકરેએ કહ્યું – ટાસ્ક ફોર્સ તૈયાર છે

પીએમ સાથેની આ બેઠક દરમિયાન મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, તેઓ સીરમ ઈન્સ્ટીટ્યૂટના આદર પૂનાવાલા સાથે સતત સંપર્કમાં છે. ઠાકરેએ વડા પ્રધાનને કહ્યું કે, રાજ્યએ રસીના વિતરણને લઈને એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જે સમગ્ર વેક્સિનેશન પ્રોગ્રામ પર નજર રાખશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap