પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ટ્વિટમાં કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પિયુષ ગોયલની પ્રેસ કોન્ફરન્સનો વીડિયો ટ્વિટ કર્યો છે અને ખેડૂતોને બંને મંત્રીઓની વાતોને ધ્યાનથી સાંભળવા અપીલ કરી છે.
પીએમ મોદીએ ટ્વિટમાં કહ્યું હતું કે, મારા બે કેબિનેટ સાથીઓ, નરેન્દ્રસિંહ તોમર જી અને પિયુષ ગોયલ જી નવા કૃષિ કાયદાઓ અને ખેડૂતોની માંગણીઓ વિશે વિગતવાર વાત કરી છે. તેને જરૂર સાંભળવું જોઇએ
જણાવી દઈએ કે, બંને કેન્દ્રીય મંત્રીઓએ ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ખેડૂતોને આંદોલન ખતમ કરવાની અપીલ કરી હતી. છેલ્લા 15 દિવસથી ખેડૂત આંદોલન કેન્દ્ર સરકાર માટે માથાનો દુ:ખાવો બની રહ્યું છે. ગૃહમંત્રી અમિત શાહ ખુદ પણ ખેડૂતો સાથે મુલાકાત કરી ચૂક્યા છે, પરંતુ હજી સુધી કોઈ સમાધાન આવ્યું નથી.
