પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બધા રાજ્યોના મુખ્યમંત્રી સાથે કોરેના વેક્સિનેશનને લઈને ચર્ચા કરશે. આ દરમિયાન રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા પણ કરવામાં આવશે. આ મહત્વપૂર્ણ બેઠકમાં, તમામ રાજ્યોના મુખ્યમંત્રી કોરોના રસીકરણ માટેની તેમની તૈયારીઓના રિપોર્ટ લઈને બેસશે. આ બેઠક સાંજે 4 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ માધ્યમથી શરૂ થશે. ભારતમાં બે મેડ ઇન ઇન્ડિયાની વેક્સિન બનાવવામાં આવી છે.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની વેક્સિન કોવીશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્લિનને મંજૂરી આપવામાં આવી છે, જેને દેશમાં કોરોના રસીકરણ અભિયાન 16 જાન્યુઆરીથી શરૂ થશે.
તમામ રાજ્યો આ મોટા રસીકરણ અભિયાનની તૈયારી કરી રહ્યા છે,જેને પગલે કોરોના કાળમાં પીએમ મોદી સારવાની વ્યવસ્થાઓને લઈને સતત મુખ્યમંત્રીઓ સાથે ચર્ચાઓ દ્વારા સૂચનો લેતા રહ્યા છે. હવે રસીકરણ અભિયાન દરમિયાન તમામ રાજ્યોના સૂચનો લેવાની પહેલ થઈ છે.
રાજ્યોના સૂચનના આધારે રસીકરણની રણનીતિ બનાવવામાં આવશે. આ સમય દરમિયાન રાજ્યના મુખ્યમંત્રીઓને પીએમ અને આરોગ્ય મંત્રાલય વતી કેન્દ્ર સરકારની તૈયારીઓ વિશે પણ માહિતી આપવામાં આવશે.
