વર્ષના અંતમાં ‘મન કી બાત’માં પીએમ મોદી શું કૃષિ કાયદાનો ઉલ્લેખ કરી શકે છે ?

વર્ષ 2020 કોરોના મહામારી ઉપરાંત બીજી ઘણી બાબતો માટે યાદ રાખવામાં આવશે. હાલમાં, કૃષિ કાયદાઓનો વિરોધ વર્ષના છેલ્લા મહિનામાં ચાલી રહ્યો છે. દરમિયાન, હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વર્ષના અંતિમ ‘મન કી બાત’ કરવા જઇ રહ્યા છે. પીએમ મોદી 27 ડિસેમ્બર રવિવારે તેમના મનમાં રહેલા ખેડૂતોના મુદ્દે ફરી એકવાર વાત કરી શકે છે. ઉપરાંત, કોરોના અને અન્ય ચીજોનો પણ ઉલ્લેખ કરી શકાય છે.

પીએમ મોદી ‘મન કી બાત’ માટે સવારે 11 વાગ્યે લોકો સુધી તેમની વાત પહોંચાડશે. પરંતુ આ વખતે ખેડૂતો પ્રધાનમંત્રીના ‘મન કી બાત’નો વિરોધ કરશે. વિરોધ કરી રહેલા ખેડૂતોનું કહેવું છે કે, એક તરફ, છેલ્લા એક મહિનાથી ખેડૂતો કાતીલ ઠંડીમાં પ્રદર્શન કરી રહ્યા છે, બીજી તરફ વડા પ્રધાનમંત્રી ખેડૂતોની સમૃદ્ધિની વાત કરે છે. ખેડૂત સંગઠનોએ તાળીઓ વગાડીને અને થાળી વગાડીને વિરોધ કરવાનું જણાવ્યું છે.

જણાવી દઈએ કે, ભાજપના તમામ મોટા નેતાઓ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત આ ખેડૂત આંદોલન પાછળ વિપક્ષનો હાથ કહેતા રહ્યાં છે. તેમણે ઘણી વાર કહ્યું છે કે, વિપક્ષે આ ભ્રમ ઊભી કર્યો છે. ખેડૂત સંગઠનોમાં પણ ગુસ્સો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap