આવતીકાલે યુગ પરિવર્તક અને મહાયમ એવા પ્લુટો રાશિ પરિવર્તન કરી મકરમાં પ્રવેશ કરી રહ્યા છે. જ્યાં ગુરુ અને શનિ સાથે તેઓ યુતિમાં આવશે. પ્લુટો માનવજાતના ભવિષ્યમાં નવા વળાંકો લાવનાર ગ્રહ છે.હાલના સમયમાં મહામારીથી લઈને મહાસત્તાઓની ખેંચતાણ અને ભવિષ્યમાં આવનારી નવી બીમારીઓનો ખતરો આપણને અનિશ્ચિતતા તરફ લઇ જાય છે.
જે પ્લુટોના રાશિ પરિવર્તન પછી ઘણું ક્લીઅર થતું જોવા મળશે.અગામી શુક્રવારથી શરૂ થતું ૨૦૨૧ માં વર્ષ-આંક (૨+૦+૨+૧)=૫=બુધ થવાથી સતત પાંચ દિવસ જીવદયા સેવા કરવાથી ૨૦૨૧ સર્વ પ્રકારે લાભદાયી નિશ્ચિત નીવડશે.૨૦૨૧ માં યુવાવર્ગ વધુ વ્યસનોથી સપડાશે તેમજ પ્રેમ પ્રસંગોમાં વધુ રંગીન બની ને સમય,શક્તિ અને નાણાંનો વ્યય કરશે માટે વડીલોએ આ અંગે સાવચેતીની પગલાં લેવા જરૂરી કે આવશ્યક બની રહેશે ??? અલબત્ત સમયનો સત્તાવજો જ બતાવશે!
જાણીતા જ્યોતિષી આશિષ રાવલ
[email protected]
