રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ ઝડપી રીતે ફેરફાર આવી રહ્યાં છે. ગેહલોત સરકાર સામે બળવો પોકરાનાર સચિન પાયલટે દિલ્હીમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. રાહુલ-પ્રિયંકાની પાયલટ સાથેની મુલાકાત રંગ લાવતી જોવા મળી રહી છે. એક મહિનાથી પણ વધારે સમય હરિયાણામાં ડેરા નાખેલા પાયલટ સમર્થક ધારાસભ્ય હવે જયપુર પરત ફરવાની તૈયારીમાં છે. જ્યારે પાયલટ સમર્થક ધારાસભ્ય ભંવરલાલ શર્માએ પણ સોમવારની સાંજે જયપુર પહોંચીને મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે પણ મુલાકાત કરી.
મુખ્યમંત્રી ગેહલોત મુલાકાત પછી પાયલટ સમર્થક ધારાસભ્ય ભંવરલાલે વાતચીતને સકારાત્મક જણાવ્યું અને કહ્યું કે, સરકાર સુરક્ષિત છે. તેમને કહ્યું કે, સરકારને કોઈ ખતરો નથી. ભંવરલાલ શર્માએ કહ્યું કે, પાર્ટી એક પરિવાર છે અને અશોક ગહેલોત તેમના મુખ્યા છે. મારી અશોક ગહેલોત સાથે નહીં પરંતુ મુખ્યમંત્રીના ક્ષેત્રોના કેટલાક મુદ્દાઓને લઇને નારાજગી હતી. એક બે દિવસમાં બધુ ઠિક થઇ જશે. અશોક ગહેલોત જ મુખ્યમંત્રી રહેશે અને આ સરકાર પાંચ વર્ષનું કાર્યકાળ પૂરા કરશે.
પાયલટ સમર્થક ધારાસભ્યે કહ્યું છે કે, જ્યારે પરિવારમાં કોઈ નારાજ હોય છે તો તે ખાવાનું ખાતો નથી. અમે એક મહિના સુધી નારાજગી વ્યક્ત કરી. તેમને કહ્યું કે, હવે નારાજગી દૂર થઈ ગઈ છે. ભંવરલાલ શર્માએ કહ્યું કે, પાર્ટી જનતા સાથે કરેલા વાદા પૂરા કરશે. તેમને સચિન પાયલટના ભવિષ્યના પ્રશ્ન પર કર્યું કે, તેઓ રાહુલ ગાંધી સાથે વાતચીત કરી રહ્યાં છે. ભંવરલાલે પોતાને સ્વયંભૂ નેતા ગણાવ્યા અને કહ્યું કે, તેઓ કોઈના પાછળ ચાલતા નથી. આટલા દિવસ સુધી તેઓ બહાર પણ પોતાના ખર્ચા ઉપર જ હરિયાણા રોકાયા હતા.
