Pfizer ભારતમાં ઈમરજન્સી ઉપયોગ માટે તેની વેક્સિન આપશે નહીં, કહી આ વાત

નવી દિલ્હી: ન્યૂયોર્ક સ્થિત અમેરિકન કંપની ફાઇઝર(Pfizer)ને ભારતમાં ઈમરજન્સી ઉપયોગ માટે વેક્સિન માટેની અરજી પરત ખેંચી લીધી છે. નોંધપાત્ર વાત એ છે કે, 16 ફેબ્રુઆરીથી દેશમાં ઈમરજન્સી ઉપયોગ માટે બે સ્વદેશી વેક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દેશમાં રસીકરણ અભિયાન શરૂ થઈ ગયું છે.

Pfizerએ પણ એપ્લિકેશન દ્વારા ભારતમાં ઇમરજન્સી ઉપયોગ માટે વેક્સિન આપવાની તૈયારી દર્શાવી હતી. સાથે ન્યૂઝ એજન્સી રોઇટર્સ અનુસાર, તેણે તેની અરજી પાછી ખેંચી લીધી છે. થોડી દિવસો પહેલા સમાચારોમાં એ વાત સામે આવી હતી કે, ફાઈઝરએ એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે, મંજૂરી પહેલા ભારતે તેને ખરીદવા માટે વિશ્વાસ આપવો જોઈએ.

એવું પણ સામે આવ્યું છે કે, કંપની મંજૂરી પ્રક્રિયા માટે આગળ વધશે જો ભારત પહેલાથી જ ખાતરી આપે છે કે તે ચોક્કસપણે તેની વેક્સિન ખરીદશે. ફાઈઝર દાવો કરે છે કે તેની વેક્સિન ખૂબ સારી છે. આ વેક્સિન 95 ટકા અસરકારક છે અને તેની કોઈ આડઅસર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap