Pfizerના પરિણામો જર્નલમાં થયા પબ્લિશ, વેક્સિન ટ્રાયલ એક જીત

અમેરિકાની ફાર્માસ્યુટિકલ કંપની ફાઇઝર અને BioNTechની કોરોના વાયરસ વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલ્સના સંપૂર્ણ પરિણામો 10 ડિસેમ્બરના રોજ ન્યૂ ઇંગ્લેંડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયા હતા. AFPના જણાવ્યા અનુસાર, થોડા દિવસો પહેલા અમેરિકાનાના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (FDA)એ મળીને આ વેક્સિન વિશે ચર્ચા કરી હતી અને આપ્યાના 10 દિવસની અંદર તેને અસરકારક અને સલામત હોવાનું જણાવ્યું હતું.

જુલાઈમાં, ફાઈઝર અને બાયોએનટેકે અમેરિકા, બ્રાઝિલ અને આર્જેન્ટિનાના 44,000 લોકો સાથે મેડિકલ ટ્રાયલ શરૂ કર્યા હતા. AFP અનુસાર, અડધા લોકોને વેક્સિન આપવામાં આવી હતી અને અડધા લોકોને પ્લેસબો આપવામાં આવ્યા હતા. જે જૂથને વેક્સિન આપવામાં આવી હતી, તે જોવા મળ્યું હતું કે 10 દિવસમાં કેસ ઓછા થયા છે. જ્યારે પ્લેસિબો જૂથે સકારાત્મક કેસોમાં વધારો દર્શાવ્યો હતો.

સાઈન્ટિફિક પેપર સંબંધિત એક એડિટોરિયલમાં કહ્યું હતું કે, “ટ્રાયલના પરિણામ ખૂબ પ્રભાવશાળી છે, આ એક મોટો જીત છે.” પેપરે પુષ્ટિ કરી હતી કે,BNT162b2 વેક્સિનના બે ડોઝ કોરોના સંક્રમણથી બચવા માટે 95 ટકા અસરકરક છે.

સ્ડડીમાં સામે આવી થોડી મુશ્કેલો

સાઈન્ટિફિક પેપરમાં કહેવામાં આવ્યુ છે કે, આ વેક્સિન ‘ઉંમર, સેક્સ, રેસ, એથીનિસિટી,બેસલાઈન બોડી-માસ ઈન્ડેક્સ અને પહેલાથી જ કોઈ કન્ડીશન હોવાની સ્થિતીમાં કામ કર્યું છે.’જોકે, પેપરની સાથે આપવામાં આવેલા એડિટોરિયલમાં સ્ટડી વીશે થોડી મુશ્કેલીઓ અનુભવાય હતા.

તેણે એવો પણ સવાલ ઉઠાવ્યો કે, જ્યારે વેક્સિન એક બિલિયન અથવા તેનાથી વધુ લોકોને આપવામાં આવે છે, ત્યારે સલામતીનું શું થશે. એએફપી અનુસાર, પેપરમાં જણાવ્યું છે કે આગળની આડઅસરો શું થાય છે, વેક્સિન કેટલા સમય સુધી અસરકારક રહેશે, શું તે સંક્રમણને મર્યાદિત કરશે કે કેમ તે અંગે કોઈ ચોક્કસ આગાહી કરી શકાતી નથી, અને તે બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને નબળા પ્રતિરક્ષાવાળા દર્દીઓ માટે મહત્વપૂર્ણ છે કે આ વેક્સિન રીતે કામ કરીશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap