યુનાઇટેડ કિંગડમ (UK)એ પ્રથમ દેશ બન્યો છે, જેણે કોરોના વાયરસ માટે વેક્સિનની મંજૂરી આપી છે. UKએ આવતા અઠવાડિયાથી ફાયઝર-બાયોનોટેક વેક્સિન આપવાની મંજૂરી આપી દીધી છે. મેડિસીન્સ અને હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી ઓથોરિટી (MHRA)એ ઇમરજન્સી ઉપયોગ માટે વેક્સિનને મંજૂરી આપી છે. યુકેના આરોગ્ય સચિવ મેટ હેનકોકે ટ્વિટર પર લોકોને ખાતરી આપી હતી કે મદદ આગળ વધી રહી છે.
તેમણે ટ્વિટમાં લખ્યું કે, ““MHRAએ કોવિડ -19 માટે ફાઇઝર / બાયોએન્ટેક વેક્સિનને મંજૂરી આપી છે. NHS આવતા અઠવાડિયાથી વેક્સિનેશન માટે તૈયાર છે.”
UKએ આ વેક્સિનના 40 મિલિયન ડોઝ ઓર્ડર કર્યા છે. ફાઈઝર-બાયોનેટેક વેક્સિનનો પ્રથમ ડોઝ, આગામી થોડા દિવસોમાં UKમાં આવી શકે છે.
ધ ગાર્ડિયનના રિપોર્ટ મુજબ, ફાઈઝરના ચેરમેન અને સીઇઓ, આલ્બર્ટ બુર્લાએ આ ક્ષણને એતિહાસિક ગણાવ્યો હતો, આજે કોવિડ -19 સામેની લડતમાં યુકેમાં એમરજન્સી ઉપયોગની મંજૂરી આપવી એ ઐતિહાસિક ક્ષણ છે. અને બ્રિટનના લોકોને બચાવવા માટે સમયસર કાર્યવાહી કરવાની તેમની ક્ષમતાની પ્રશંસા કરીએ છીએ.”
ટ્રાયલમાં 95% અસરકારક
અમેરિકામાં ફાઈઝર અને તેના જર્મન પાર્ટનર બાયોનોટેક દ્વારા હાથ ધરવામાં આવેલી વેક્સિન પરીક્ષણોમાં 95% સુધી અસરકારકતા દર્શાવવામાં આવી છે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ઉમેદવારોએ તેમના ટ્રાયલ્સમાં સલામતીને લગતી કોઈ સમસ્યા જણાવી નથી.
કંપની દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનના અનુસાર, તારણોથી જાણવા મળ્યું છે કે દર્દીઓને પ્રથમ ડોઝના આપ્યાને 28 દિવસ બાદ બીજો ડોઝ આપ્યાના સાત દિવસ પછી રાહત મળી હતી.
આ વેક્સિનને માઇનસ 70 ડિગ્રી તાપમાનના અલ્ટ્રા-કોલ્ડ તાપમામાં સ્ટોર કરવાની રહેશે. જોકે, કંપની એમ પણ કહે છે કે તે રેફ્રિજરેટરમાં પાંચ દિવસ માટે 2-8°સે તાપમાને સ્ટોર કરી શકાય છે.
કંપનીનું કહેવું છે કે તેમના સંયુક્ત નેટવર્કમાં 2020 સુધીમાં 5 કરોડ વેક્સિનનો ડોઝ અને 2021ના અંત સુધીમાં 1.3 બિલિયન ડોઝ સપ્લાય કરવાની ક્ષમતા છે.
