ભારતમાં ઓછી કિંમતે વેચી શકે છે Pfizer વેક્સિન, આવું હોઈ શકે કારણ

ફાર્માસ્યુટિકલ કંપની Pfizer તેની COVID-19 વેક્સિનની કિંમત ભારતમાં બ્રિટન અને અમેરિકા કરતા ઓછી રાખી શકે છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટમાં સૂત્રોના હવાલેથી આ માહિતી આપવામાં આવી છે.

Pfizerએ કહ્યું છે કે, અમે કિંમત એ રીતે નક્કી કરીશું, જે સરકારને સુનિશ્ચિત કરવામાં મદદ કરશે કે જનતા પર વધુ ખર્ચનો ભાર ન પડે. લાઇવ મિન્ટ અનુસાર, Pfizerએ તેના નિવેદનમાં કહ્યું, “અમે ભારત સરકાર સાથે જોડાયેલા રહેવા અને દેશમાં આ વેક્સિન ઉપલબ્ધ બનાવવા માટે તકો શોધવા માટે પ્રતિબદ્ધ છીએ.”

આ કેસ સાથે સંકળાયેલા એક સૂત્રએ જણાવ્યું હતું કે,સરકારી અધિકારીઓ અને કંપની મેનેજમેન્ટ વચ્ચેની બેઠક હોવા છતાં સરકારે હજી સુધી ફાઇઝર પાસેથી વેક્સિન ખરીદવામાં રસ દાખવ્યો નથી.

એવું માનવામાં આવે છે કે,Pfizer વેક્સિનની જાળવણી ઉંચી કિંમતની સાથે પડકારજનક છે. તેને માઈનસ 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં રાખવું પડશે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખાસ બોક્સમાં પરિવહન કરવું પડશે. એકવાર સપ્લાય કર્યા બાદ તે રેફ્રિજરેટરમાં પાંચ દિવસ માટે સ્ટોર કરી શકાય છે.

કંપનીએ કહ્યું છે કે, અન્ય દેશોની જેમ ભારતમાં પણ તેની વેક્સિનની કિંમત જુદી-જુદી હોઈ શકે છે, જે સરકાર દ્વારા કરવામાં આવેલી પ્રતિબદ્ધતા અને ખરીદીના કદ પર આધારીત છે. અમેરિકામાં, કંપનીએ આ વેક્સિનની કિંમત માત્રા દીઠ 19.5 ડોલર (આશરે 1,440 રૂરિયા) રાખી છે. જણાવી દઈએ કે, લોકોને આ વેક્સિન બે ડોઝ આપવામાં આવશે.

ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ Covishield વેક્સિન સરકારને 3 ડોલર પ્રતિ ડોઝના દરે વેચી શકે છે. આ કિંમત અમેરિકાના ફાઇઝર રસીના કિંમત કરતા ઘણી ઓછી છે.

જણાવી દઈએ કે,Pfizerએ 18 નવેમ્બરના રોજ જાહેરાત કરી હતી કે તેની COVID-19 વેક્સિન ફેઝ 3 ના અંતિમ એનાલિસિસમાં 95% અસરકારક હોવાનું જણાયું છે. તાજેતરમાં, અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા તાત્કાલિક ઉપયોગ માટે આ વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય બ્રિટન, કેનેડા અને બહેરિન જેવા દેશોએ પણ તેને મંજૂરી આપી દીધી છે.

Pfizer વેક્સિન mRNA ટેકનોલોજી પર આધારિત છે. આ તકનીકી કોરોના વાયરસના સરફેસ પ્રોટીન બનાવવા માટે માનવ કોષોને આનુવંશિક સૂચનો આપીને કાર્ય કરે છે, જે પ્રત્યક્ષ વાયરસને ઓળખવા માટે રોગપ્રતિકારક શક્તિને પ્રશિક્ષિત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap