પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત સાતમાં દિવસે થયો વધારો,જાણો તમારા શહેરમાં શું છે ભાવ

નવી દિલ્હી: સામાન્ય માણસને ફરી એકવાર મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. આજે પણ સતત સાતમા દિવસે ઈંધણની કિંમતોમાં તેજી આવી છે. ઓઇલ કંપનીઓએ સતત 7 મા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. દેશભરમાં આજે પેટ્રોલના ભાવ 24થી 26પૈસા અને ડીઝલ 28 પૈસાથી 31 પૈસા વધ્યા છે.

સાત દિવસ દરમિયાન પેટ્રોલના ભાવમાં લિટર દીઠ 2.06 રૂપિયાનો વધારો થયો છે જ્યારે ડીઝલમાં પ્રતિ લિટર 2.27 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે પેટ્રોલ અને ડીઝલની કિંમતો સતત તેની સર્વોચ્ચ સપાટીના રેકોર્ડને તોડી રહી છે, જ્યારે ઘણા શહેરોમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 100 રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. નવા વર્ષથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 19 હપ્તામાં વધારો થયો છે. દેશની રાજધાની દિલ્હીમાં 1 જાન્યુઆરીથી પેટ્રોલ 5.18 રૂપિયા મોંઘુ થઈ ગયું છે. એ જ રીતે ડીઝલ 5.48 રૂપિયા મોંઘુ થઈ ગયું છે. જ્યારે આ મહિનામાં અત્યાર સુધી તેલના ભાવમાં 9 ગણો વધારો થયો છે.

દેશભરમાં આજે પેટ્રોલના ભાવ 24 થી 26 પૈસા અને ડીઝલ 28 પૈસાથી 31 પૈસા વધ્યા છે. દિલ્હીમાં પેટ્રોલ 26 પૈસા અને ડીઝલ 29 પૈસા મોંઘુ થયું છે. ગઈકાલે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 29 અને 33 પૈસાનો વધારો કરાયો હતો. દિલ્હીમાં પેટ્રોલ 88.99 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 79.35 રૂપિયા પ્રતિ લિટર છે. તે જ સમયે, દેશની આર્થિક રાજધાનીમાં, પેટ્રોલની કિંમત 25 પૈસા વધીને 95.46 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે, જ્યારે ડીઝલની કિંમત 30 પૈસા વધી લિટર દીઠ 86.34 રૂપિયા થઈ છે.

ચાર મુખ્ય શહેરમાં કિંમત

મુંબઈ- પેટ્રોલ 95.46 રૂપિયા, ડીઝલ 86.35 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુ- પેટ્રોલ 91.97 રૂપિયા, ડીઝલ 84.12 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ- પેટ્રોલ 91.22 રૂપિયા, ડીઝલ 84.45 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા- પેટ્રોલ 90.27 રૂપિયા, ડીઝલ 82.94 રૂપિયા પ્રતિ લિટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap