સુખ અને દુ:ખ આ બે શબ્દો એવા છે જે દરેકના જીવનમાં આવતા હોય છે. અમુકવાર કેટલાક લોકોની કિસ્મત એટલી ખરાબ હોય છે કે તેના જીવનમાં સુખ ઓછું અને દુ:ખ વધારે હોય છે. આવા લોકો પોતાના જીવનથી હેરાન જ રહે છે. તેના જીવનમાં જ્યારે પણ કાંઈ સારૂ હોય છે તો ટૂંક સમયમાં ખરાબ સમાચાર પણ આવે છે. તેની સાથે સૌથી મોટી મુશ્કેલી એ હોય છે કે તેની ખુશી લાંબો સમય ટકતી નથી. તેને ખૂબ જલ્દી લોકોની નજર લાગી જાય છે. એવામાં તમે કહી શકો કે તેનું ભાગ્ય કયારેય સાથ નથી આપી રહ્યું. તેના જીવનમાં કોઈને કોઈ તકલીફ અથવા દુ:ખ ચાલ્યા જ કરે છે. આ કારણ ઘણીવાર આ લોકો નિરાશ થઈ જાય છે. તેને કોઈ આશા નથી રહેતી કે તેના જીવનમાં કયારેય કોઈ સુખ આવશે. તેનો આના જીવન પર નકારાત્મક પ્રભાવ પણ પડે છે.
વાસ્તવમાં, આ ખાસ નામના લોકોની કુંડળીમાં ઘણીવાર કોઈ દોષ હોવાના કારણે આ બધું થઈ શકે છે. તેમજ કેટલાક મામલામાં વાસ્તુ દોષ હોવાના લીધે તેનું પરિણામ આખું કુંટુબને ભોગવવું પડે છે. તે ઉપરાંત માણસનું કર્મ અથવા તેના દ્ધારા પહેલા કરવામાં આવેલા કોઈ પાપ પણ તેને ભોગવવા પડે છે. આ રીતે તમારા જીવનમાં આવનારા દુ:ખ ના ઘણાં કારણો હોય શકે છે. આ સ્થિતિમાં તમે તમારા દુ:ખ દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ વાતનું ધ્યાન રાખતા આજે અમે તમને એક આવો ઉપાય જણાવીશું જેને અપનાવ્યાં બાદ તમે પોતાના જીવનના બધાં કષ્ટોથી છુટકારો મળવી શકો છો.
આ નામના લોકોના જીવનમાં હોય છે અધિક દુ:ખ
ઉપાય જણાવ્યાં પહેલા આવો જાણીએ કે તે કયા નામ છે જેની લાઈફમાં સૌથી વધારે દુ:ખ હોય છે. આ નામ છે A, H, S, K, અને P. આમ તો આ નામના ઉપરાંત અન્ય પણ નામ વાળા લોકોના જીવનમાં પણ દુ:ખ હોય શકે છે, પરંતુ આ પાંચ નામના દુ:ખ કયારેય સમાપ્ત નથી થતાં. તમારૂ નામ છે કે નહીં તેમ છતાં જો તમારા જીવનમાં કોઈ પણ દુ:ખ છે તો તમે આ ઉપાય અપનાવી શકો છો.
આમ મળે છે દુ:ખથી છુટકારો
પોતાનું કમનસીબ અને દુ:ખોથી છુટકારો મેળવવા માટે તમે ભોળાનાથનો એક વિશેષ ઉપાય કરો. શિવજી પાસે એટલી શક્તિઓ હોય છે કે તે પોતાના આશીર્વાદથી તમારા બધાં દુ:ખ -દર્દ નષ્ટ કરી દે છે. આ માટે સૌથી પહેલા તમે દર સોમવારના દિવસ ભગવાન શિવને જળ ચઢાવવાનું શરૂ કરી દો. આ સાથે જ સોમવારે ભગવાન શિવના નામનું વ્રત રાખો. સાથે જ ગાયને ગોળ-રોટલી ખવડાવો. આ ઉપાય ઓછામાં ઓછા 7 સોમવાર સુધી કરવાથી તમારૂ કમનસીબ તમારાથી દૂર ભાગી જશે. તમે ઈચ્છો તો 7 સોમવાર બાદ પણ વ્રત રાખવાનું ચાલું રાખી શકો છો. ભગવાન શિવના આશીર્વાદથી તમારૂ નસીબ ચમકી જશે.
