લોકોએ કોરોનાકાળમાં પોતાની ભૂમિકામાં કરવો પડશે ફેરફાર, વિનાશથી બચાવશે ધીરજ

સાધુ અમૃતવદનદાસ. આજે કોરોનાવાયરસનો આતંક આખી દુનિયાને ધમરોળી રહ્યો છે. રોજ લાખો લોકો તેનાથી સંક્રમિત થયા કરે છે. રોજ હજારો માણસો મરી રહ્યા છે. રોજ રોજ તેની કોઈને કોઈ માહિતી બહાર આવી રહી છે.

વાયરસની ભયંકરતા અંગે છણાવટ કરતા સ્ટીવ મગી કહે છે કે Covid19 has the potential to kill all presidential candidates prior to election. આ હકીકત માત્ર અમેરિકા માટે નહીં પરંતુ આખા વિશ્વ માટે એટલી જ પ્રસ્તુત છે. પ્રેસિડેન્ટ તો શું તેને કોઈ મત આપનાર મતદાર પણ કદાચ ન બચે એવો ખતરનાક માહોલ અત્યારે ઉભો થયો છે

આ વાઇરસમાં એટલી તાકાત છે છે તે બાળક, વૃદ્ધ અને યુવાનને પણ મારી શકે છે. આજે એક વૈશ્વિક જાગૃતિ, સરકાર અને સોશ્યલ મીડિયા વગેરેના કારણે વ્યક્તિગત રીતે જાગેલા લોકો પોતાને અને બીજાને સુરક્ષિત રાખવાના પ્રયાસમાં છે. એક રિક્ષાવાળાએ તો પોતાની રીક્ષામાં જ સાબુ અને પાણી રાખી પેસેન્જરને હાથ ધોવાની વ્યવસ્થા કરી આપી છે. તો સામાજિક રીતે દેશભરમાં ઘણી સોસાયટીઓએ પોતાના મુખ્ય જેટલી આગળ જ મોદી લક્ષ્મણરેખા દોરી કાઢી છે. તેનો અર્થ એવો થાય છે કે સોસાયટીમાંથી કોઈએ બહાર જવું નહીં અને બહારથી કોઈએ અંદર પગ મૂકવો નહીં. જીવન જરૂરિયાતની વસ્તુઓ વેંચતા દુકાનદારોએ દુકાનની સામે વર્તુળ અથવા ચોરસ દોરીને એવું દર્શાવ્યું છે કે સામાન લેવા આવનાર વ્યક્તિઓએ અડોઅડ નહીં પણ વચ્ચે બે મીટરનું અંતર રાખીને ઊભા રહેવું. લગભગ બધા જ રાજ્યોએ પોત પોતાનાં આગવા સાધનો ઊભા કરી રહ્યા છે. આમ દેશ વિદેશમાં કોરોનાવાયરસ સામે એક જબરજસ્ત આંદોલન શરૂ થઈ ગયું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આવું ચાલી રહ્યું છે. આવી જાગૃતિ ને આવો જુવાળ જીવનમાં ક્યારેય ક્યાંય જોયો નથી.ટેસ્ટિંગ ટ્રેસીંગ ટ્રિટમેન્ટ કોરન્ટાઈન ચાલી રહ્યું છે.

દુનિયામાં કોરોનાને નાબુદ કરવા અને તેનાથી બચવા માટે નવી શોધો શરૂ થઈ ગઈ છે. વાયરસ સ્ટેટિક શીલ કંપનીએ એક માસ્ક બનાવ્યું છે કે જે હવામાં રહેલા કોરોનાવાયરસને મારી શકે છે. બ્રિટનની હોસ્પિટલના ડો. રામ થોમસે એક ઈમરજન્સી વેન્ટિલેટર બનાવ્યું છે કે જે હવામાં રહેલા વાયરસને ખતમ કરી નાખે છે. અમુક કંપનીઓએ માઈલ્ડ c19 સામે લડત આપે એવી દવા પણ માર્કેટમાં મૂકી છે. ઘણી કંપનીઓ ટેસ્ટિંગ કીટ પણ બનાવી છે તો ઘણા તેના માટેની રસી બનાવવા ભારે મથામણ કરી રહ્યા છે. ઘણા તેના માટેની દવાના વિકલ્પો શોધી રહ્યા છે. કોરોનાવાયરસ માટેના 3ડી પ્રિન્ટેડ હેન્ડલ પણ બની રહ્યા છે. થોડા દિવસ પહેલાં જર્મનીમાં યોજાયેલી ચાર દિવસીય હેકોથોનમાં આ માટેના 800 વિચારો મળ્યા હતા.

કોરોનાવાયરસ થોડા જ અઠવાડિયામાં આપણી એકબીજાને મળવાની રીતને સંપૂર્ણપણે બદલી નાખી છે. આપણી કામ કરવાની રીતને બદલી નાખી છે. આપણા સંતાનોને ભણવાની રીત પણ બદલાઇ રહી છે. વધુમાં તો આપણા ચંચળ મનને સંયમિત રાખવાના નૂતન પાઠ શીખવા મળી રહ્યા છે. લોકડાઉનમાં આજે લગભગ 200 જેટલા દેશોના કરોડો લોકો ( ત્રીજા ભાગની વસ્તી) મને-કમને ઘરમાં
રહીને સમય પસાર કરી રહયા છે. આમ કરવું તેમના સ્વભાવમાં તો નથી પરંતુ નરી આંખે ન દેખાતા કોરોનાવાયરસને કારણે આવું થઈ રહ્યું છે. ધીરે ધીરે બધું અનલોક પણ થઈ રહ્યું છે.

આ ઉપરાંત દુનિયાભરના હજારો લાખો ડોક્ટરો અને નર્સો પેરામેડિકલ સ્ટાફ વગેરે પોતાની જિંદગીમાં મૂકીને લોકોને બચાવવાના તમામ પ્રયત્નો કરી રહ્યા છે. તેમને તો લાખો વંદન. તો પોલીસ ખાતા પણ કાંઈ કમ નથી. તેમને તો જોખમમાં રહી લોકોને સમજવાના હોય છે. લોકો તેમને સામા થાય છે. ઘણા લોકો તેમને સમજતા નથી.

કંઈ કેટલાય માણસો સંસ્થાઓ સતત પીડિતોને મદદ કરવાના પ્રયત્નોમાં છે. મુકેશ અંબાણીએ કોરોનાવાયરસ માટે હોસ્પિટલ બનાવી છે તો પીડિતો માટે ડોક્ટર નર્સ વગેરે દિવસ-રાત તનતોડ મહેનત કરી રહ્યા છે તેના માટેનું ભોજન વિનામૂલ્યે તાજ હોટેલ ગ્રુપમાંથી આપવામાં આવતું હતું. કોઈક માસ્ક ફ્રીમાં આપી રહ્યું છે તો કોઈ સેનિટીઝર મફતમાં આપે છે. કોઈએ ભંડારો શરૂ કર્યો છે તો કોઈ શક્તિ પ્રમાણે ફળ આપી રહ્યું છે. કોઈને આમાંથી કમાવાની કે ધંધો કરવાની ઈચ્છા નથી. સેવાભાવી સંસ્થાઓ મદદ કરવા માટે સમય જોતી નથી. વોરેન બફેટ જેક મા અક્ષયકુમાર રોનાલ્ડો વગેરે વગેરેએ કરોડો ડોલર્સ આ લડત સામે લડવા માટે આપ્યા છે. ગૂગલ WHO સાથે રહીને પોતાની ટેકનોલોજીનો ઉપયોગ આ માટે કરે છે. હજારો કંપનીઓએ પુરા પગાર સાથે કર્મચારીઓને રજા આપી છે તો ઘણાંએ વર્ક ફ્રોમ હોમની છૂટ આપી છે. અમુક દેશોમાં દ્રોનની મદદથી દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે..તો ઘણા દ્રોનથી જાહેર સૂચના તથા ચેતવણી આપી રહ્યા છે. ઘણી જગ્યાએ કેમેરા સ્ટેથોસ્કોપ અને માઇક્રોસ્કોપથી સજ્જ રોબોટ દર્દીને ચકાસી રહ્યા છે.

પ.પૂ. મહંત સ્વામી મહારાજની આદેશથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ 1000 સંતો અને 5000 કાર્યકરો દ્વારા ટનબંધ શાકભાજી અનાજ અને સામગ્રી લોકોમાં પહોંચતી કરી છે ને કરી રહી છે. આનો લાભ એક કરોડથી વધુને મળ્યો છે. મુંબઈમાં કોરન્ટાઈન ઝોન પણ બનાવ્યો છે.

બધાનાં મનમાં એક જ વાત છે એક જ વિચાર છે એક જ મુદ્દો છે: ગમે તેમ કરીને કોરોનાવાઇરસથી અસરગ્રસ્ત ને દુ:ખી થયેલાંઓને મદદ કરવી. તેને ટેકો આપવો. તેમનું દુઃખ ઓછું કરવું.

બીજી એક ભૂમિકા છે ધરમાં રહેવાની. સતત અઠવાડિયાઓ સુધી ઘરમાં રહેવાથી લોકો અકળામણ અનુભવવા લાગ્યા છે. પરંતુ તેમના માટે એક વાત એ કરવાની કે આ સમય પણ નીકળી જશે. અત્યારે તો ખૂબ ધીરજ રાખવાનો સમય છે. એવી ધીરજ કે લોકોએ પોતાના જીવનમાં ક્યારેય પણ ન રાખી હોય. જે થવાનું છે તો થવાનું જ છે ને થઈ રહ્યું છે. જેમાં છો આપણે આકળા ઉતાવળા થઈ જશું તો બધું જ કામ બગડી જશે. તેથી સરકારની સુચના પ્રમાણે ઘરમાં રહો. શાંતિથી રહો. કંઈક નવું કરો. ઘરકામમાં પ્રેમથી ભાગ પડાવો. બાળકો પણ બોર ના થાય તે જુઓ. તેમના માટે પણ આ સમય સંજોગો ચટપટી કરાવે તેવા છે. માટે ઘરમાં સૌ હકારાત્મક માનસિકતા રાખો આનંદથી રહો. સંપીને રહો. તમે જે ભગવાનને માનતા હો તે ભગવાનનું ભજન કરો.. કથા સાંભળો..લેક્ચર સાંભળો. કશું કાયમ રહેતું નથી, દુઃખ પણ નહીં ને દર્દ પણ નહીં.

અત્યારે દેશમાં અર્થતંત્રને પણ ફટકો પડ્યો છે. આપણને જ નહીં પણ આખી દુનિયાને ઉતરતી ઇકોનોમીનો પ્રશ્ન છે જ. તેના માટે પણ બધા પ્રયત્નો કરે જ છે. શેરો વ. ના ભાવ ઘટવા. કામ વગર પૈસા ક્યાંથી લાવવા. ઘર કેમ ચલાવવું. ભવિષ્યનું શું? આ બધું પણ છે. તેમાં એક વાત કરાવવાની કે કુદરતની આ એક કપરી પરીક્ષા ચાલી રહી છે. તેમાં બધાએ એકબીજાના સાથ સહકાર સંપ સુહૃદયભાવથી કપરો તબક્કો પસાર કરવાનો છે. સ્ટીંગ નામક એક અંગ્રેજી સંગીતકારે તેના એક વિખ્યાત ગીતમાં કહ્યું છે તેમ When the world is running down, you make the best of what’s still around. જ્યારે આખી દુનિયામાં તકલીફ હોય ત્યારે તમારી પાસે જે છે તેમાંથી તમારે શ્રેષ્ઠ કામ કરવાનું છે. અર્થાત્ અત્યારે સમય એવો કપરો છે કે તમારે તમારું દુઃખ ભૂલીને તમારી પાસે જે છે તેમાંથી બીજાં તમારાં કરતાં વધારે દુ:ખિયાઓને મદદ કરવી જોઈએ અથવા મદદ ન થાય તો કાંઈ નહીં પણ મનમાં સહાયતા કરવાની લાગણી તો રાખવી જોઈએ. તેનાથી પણ બહુ મોટું કામ થાય છે. બીજું તો કાંઈ નહીં પણ પ્રાર્થના તો કરવી જોઈએ.

અત્યારની ચાલી રહેલી પરિસ્થિતિ માટે જાણીતા લેખક અમિત રે વાત કરે છે covind 19 is not just a medical challenge, but a spiritual challenge too. સમગ્ર વિશ્વના મનુષ્યો માટે એક પડકારભરી પરિસ્થિતિ છે. એક બાજુ જીવને બચાવવાના પ્રયત્નો ચાલે છે ત્યારે એમની આ વાત ખૂબ સૂચક છે.

લેખક.કોર્પોરેટ સ્પીકર.આર્ટિસ્ટ

2 thoughts on “લોકોએ કોરોનાકાળમાં પોતાની ભૂમિકામાં કરવો પડશે ફેરફાર, વિનાશથી બચાવશે ધીરજ

  1. Nice thoughts and guidence to all of us. Patience And trust in GOD is the prime requirement for present situation.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap