સનેસ ગામના લોકોએ પાણી પ્રશ્ને વલભીપુર કચેરીમાં કરી રજૂઆત, અધિકારી દ્વારા ટેલીફોનિક આશ્વાસન

પાર્થ મજેઠીયા,ભાવનગર: નજીકના ભાલ પંથકના સનેસ ગામમાં પીવાના પાણીના પ્રશ્ને ગ્રામજનો વલ્લભીપુર કચેરીએ રજુઆત કરવા પહોંચ્યા. પરંતું અધિકારીઓ હાજર ન હોય અધિકારીએ ટેલીફોન પર પ્રશ્ન હલ થઈ જશે તેવું આશ્વાસન આપ્યું ગ્રામના અગ્રણીઓએ પ્રશ્ન હલ નહીં થાય તો ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

મહી પરીએજની લાઈન લાખો રૂપિયાના ખર્ચે નાખવામાં આવી છે. પાણીનું ટીપું પણ આવતું નથી, ગામલોકો તપાસની માંગ કરી રહ્યા છે.

સનેસ ગામના લોકોએ પાણી પ્રશ્ને વલભીપુર કચેરીમાં કરી રજૂઆત, અધિકારી દ્વારા  ટેલીફોનિક આશ્વાસન

ભાવનગર તાલુકાના ભાલ પંથકમાં પીવાના પાણીની સમસ્યા દિવસેને દિવસે વધુ વિકટ બનતી જાય છે. આજુ-બાજુના ગ્રામજનો ઘણા વર્ષોથી પીવાના પાણીની સમસ્યાથી મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે, આઝાદીના ૭ (સાત) દાયકા પછી પણ પીવાના પાણી માટે ગ્રામજનોને ના છુટકે ઘરે ઘરે ભટકવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે, ગામમાં મહી પરીએજની પાણીની લાઈન લાખો રૂપિયાના ખર્ચે નાખવામાં આવી છે. પરંતુ આજદિન સુધી પીવાના પાણીનું ટીપું પણ મળ્યું નથી તો પછી સરકાર દ્વારા શા માટે ખોટા વાયદા આપી લાખો રૂપિયાના ખર્ચો પીવાના પાણીની લાઈન નાખી છે તેવો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે.

ગ્રામજનો દ્વારા અવારનવાર પીવાના પાણીના પ્રશ્ને પાણી પુરવઠાના અધિકારીઓ અને ધારાસભ્યને અવાર નવાર રજૂઆત કરેલ છે. તેમ છતાં ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યાનો ઉકેલ આજ સુધી આવેલ નથી. પાણીના મુદ્દે ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

ગામના આગેવાનો આજે વલ્લભીપુર પાણી પુરવઠાની કચેરીએ રજુઆત કરવા પહોંચ્યા હતા. પરંતુ જવાબદાર અધિકારી હાજર નહીં હોવાથી તેમની સાથે ટેલીફોનીક રજુઆત કરી અઘિકારીએ પ્રશ્ન હલ કરવાનું આશ્વાસન આપ્યું હતું. અગ્રણીઓ એ જો ગામનો પાણી પ્રશ્ન હલ નહી થાય તો સમગ્ર ગ્રામજનો ઉપવાસ આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

ગુજરાતના ગામડે ગામડે પાણી પહોંચી ગયું હોવાનો દાવો થઈ રહ્યો છે પરંતું આઝાદીના આટલા વર્ષો બાદ ભાલ પંથકમાં પાઈપ લાઈન નાખવામાં આવી હોવા છતાં સનેસના ગ્રામજનોને પીવાના પાણી માટે લોકો વલખાં મારવા પડે છે તે સચાઈને પણ નકારી શકાતી નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap