ભાજપના નેતાના પુત્રના લગ્નમા લોકો ડીજેના તાલે નાચ્યા,વીડીઓ વાયરલ

પંચમહાલ,ઘોઘંબા :

હરપાલસિંહ રાઠોડ : DYSP, હાલોલ

પંચમહાલ જીલ્લામાં કોરોનાની પરિસ્થીતી વિકટ બની છે.જીલ્લામાં કોરોનાના આજ સુધી નોંધાયેલા કેસોની સંખ્યા ૫૦૦૦નો આંક વટાવી છે.એક બાજુ તંત્ર અને સરકાર સોશિયલ ડીસટન્સ અને માસ્ક પહેરવાનુ સૂચન કરે છે.પોલીસ સામાન્ય માણસને માસ્ક સહેજ નીચુ હોય તો ૧૦૦૦ રૂપિયાનો દંડ ફટકારે છે.પરંતુ સત્તાધારી ભાજપ પક્ષના નેતાઓને કઈજ લાગુ પડતુ ન હોય તેમ લાગે છે.પંચમહાલ જીલ્લા ઘોંઘબા તાલુકાના ઉપપ્રમૂખના પુત્રના લગ્નપ્રસંગમાં મોટી સંખ્યામા લોકો એકત્ર થઈ ડીજેના તાલે ડીસ્કો કરતા હોય તેવો વિડીઓ વાયરલ થતા પંચમહાલ પોલીસે ૧૦ લોકો વિરૂધ્ધ ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દો ગજ કી દૂરી
ના સંદેશને ભાજપના નેતાઓ જાણે ધોળીને પી ગયા છે.હાલમા સરકાર દ્વારા લગ્નમાં ૫૦ લોકોને મંજુરી આપવામા આવી છે.
ઘોઘંબા તાલુકાના ભાજપના નેતા અને તાલુકા પંચાયતના હાલના ઉપ પ્રમુખ છેલુભાઈ રાઠવાના પુત્રના લગ્ન ઝોઝ ગામે હજારોની ભીડ એકત્ર કરી સોશિયલ ડીસટન્સનો ભંગ કરીને ખુલ્લેઆમ ઉજવણી કરવામા આવી હતી.આ ઉજવણીનો વિડીઓ સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. ગોતરડો ભરવાની લગ્ન ની રસમ દરમ્યાન ડીજે ના તાલ સાથે નાચતી હજારો ની ભીડ નો છે,
આમ જનતા એ સામાન્ય પ્રસંગ માટે પણ 50 વ્યક્તિઓ ભેગા કરવા મંજૂરી ની જરૂર પડે છે. કારણ કોરોના ગાઈડલાઈન …!! ભાજપના નેતાઓને કઈ પડી નથી.એમ લાગી રહ્યુ છે.આ વીડીઓ વાયરલ થતા આખરે પોલીસ તંત્ર હરકતમાં આવ્યુ છે.જેને લઈને પોલીસે હાલ ૧૦ લોકો વિરૂધ્ધ ગુનો નોધ્યો છે.જેમા ૮ લોકોની અટકાયત કરવામા આવી હોવાનુ જાણવા મળ્યુ છે.અને જરુરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનુૃ જાણવા મળ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap