માનસિક અસ્થિર કિશોરીનો પાવાગઢ પોલીસે પરિવાર સાથે કરાવ્યો મેળાપ

પંચમહાલ: માનસિક રીતે અસ્વસ્થ એવી 15 વર્ષીય કિશોરી પોતાના પરિવારથી વિખૂટી પડી પાવાગઢ ખાતે આવીને ફરતી હતી. પાવાગઢ પોલીસે તેના પરિવારજનોની શોધખોળ આદરી પુત્રીને હેમખેમ પરીવારને સોંપી પાવાગઢ પોલીસે સોપી સેવાનુ ઉદાહરણ પુરુ પાડ્યુ હતુ.

પાવાગઢ પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પાવાગઢ ખાતેથી એક 15 વર્ષીય બાળા એકલી અસ્તવ્યસ્ત હાલતમાં પાવાગઢ ખાતે ફરતી જોવા મળતા પાવાગઢ પોલીસે મહિલા પોલિસ કર્મચારીને બોલાવી બાળાને પાવાગઢ પોલીસ મથકે લાવી હતી. જ્યાં તેની પૂછપરછ કરતા તે પોતાનું નામ સરનામાં વિશે યોગ્ય જવાબ ન આપતા પોલીસે તેની પાસે રહેલ જુના મોબાઈલના નંબરના આધારે તપાસ કરતા તે મૂળ એમ.પીના અલીરાજપુર જિલ્લાના ભાવટા ગામના કાળુભાઇ નાનકીયાભાઈ સંગાડિયાની દીકરી રીંકું હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં તેઓ હાલ મજૂરી કામ માટે વડોદરાના વાઘોડિયા ખાતે આવેલ વણદરા ખાતે રહે છે.

રીંકું કોઈને કહ્યા વિના ઘરેથી નીકળી ગઈ હતી. જેમાં તેના પરિવારજનો તેને શોધી રહ્યા હતા. જેમાં રીંકું એકલી પાવાગઢ ખાતે પહોંચી ગઈ હતી અને પાવાગઢ પોલીસને મળી આવતા પોલીસે તેના પિતા કાલુભાઈને બોલાવી તેઓની પુત્રીને સાથે મિલન કરાવતા પિતાની આંખોમાં આસું આવી ગયા હતા અને પોલીસ મથકે હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. જેમાં કાળુભાઈએ પોતાની પંદર વર્ષીય પુત્રી હેમખેમ પરત મળતા અને તેની સાથે કોઈ અજુગતું ન બનવા પામતા પ્રભુ તેમજ પાવાગઢ પોલીસ મથકની ટીમનો આભાર માન્યો હતો.

પાવાગઢ પોલીસ મથકના પી.એસ.આઈ. પી.એન.સિંહના માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મી નીતિનભાઈ અને પોલીસ ટીમે પોતાના પાવાગઢ આવી પહોંચેલી 15 વર્ષીય કિશોરીને સલામત રીતે પરીવારને સોંપી માનવતા મહેકાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap