સંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિટરના અધિકારીઓને સમન્સ પાઠવ્યું, જાણો શું છે મામલો

ઇન્ફોર્મેશન ટેક્નોલોજી પર સંસદની સ્થાયી સમિતિએ ફેસબુક અને ટ્વિટરના અધિકારીઓને બોલાવામાં આવ્યા છે. સમિતિએ સોશિયલ મડિયા કંપનીની સાથે નાગરિકના અધિકારોનું રક્ષણ કરવા અને સોશિયલ ન્યૂઝ મીડિયા પ્લેટફોર્મના દુરૂપયોગને રોકવા’ માટે સાથે ચર્ચા કરશે. આ બેઠક 21 મી જાન્યુઆરીએ યોજાશે.

ઓક્ટોબર 2020માં, ફેસબુક અને ટ્વિટર અધિકારીઓને ડેટા પ્રોટેક્શન અને પ્રાઈવસીના મુદ્દાઓ પર સંયુક્ત સંસદીય સમિતિમાં બોલાવવામાં આવ્યા હતાં.

આ સમન્સ એવા સમયે આવ્યા છે, જ્યારે ડેટા પ્રાઈવસીને લઈને વિવદ ચાલી રહ્યો છે. ફેસબુકની માલિકીની કંપની વોટ્સએપે તેની નીતિ અને શરતોને અપડેટ કરી છે. પહેલો મેસેંજર સેવા યુઝર્સને આ નીતિઓને સ્વીકારવા માટે 8 ફેબ્રુઆરી સુધીનો સમય આપતો હતો. પરંતુ હવે તેમની તારીખ મે સુધી લંબાવી દેવામાં આવી છે.

ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પરની સમિતિના સભ્યોને આપવામાં આવેલું સત્તાવાર એજન્ડા આપવામાં આવ્યા છે, તેમાં લખ્યું છે કે, “નાગરિકને અધિકારની સુરક્ષા અને સોશિયલ ઓનલાઈન ન્યુઝ મીડિયા પ્લેટફોર્મનો ખોટો ઉપયોગને રોકવા, જેમાં ડિજિટલ સ્પેસમાં મહિલા સુરક્ષા પર ખાસ ધ્યાન આપવામાં આવે.આ મુદ્દે ફેસબુક અને ટ્વીટરના પ્રતિનિધિઓને મંતવ્યો સાંભળવા માટે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap