કિશન બાંભણિયા, ગીર સોમનાથ: પ્રોજેક્ટ પેરાડિમ ચેલેન્જ બાળકોમાં સર્જનાત્મકની પ્રેરણા આપતી પ્રયોગ શાળા છે. જેની પહેલ અમેરીકાના જેફ રિચાર્ડસની પહેલી શોધની પહેલ છે. આ પ્રોજેક્ટમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓની ટીમ જુથવાર બનાવવામાં આવે છે. જે મગજની શક્તિએ વાવાઝોડું પણ ઉકેલી શકે તેવું સમાધાન શોધી કાઢે છે. આ શોધ માટે મૂળભૂત સમગ્ર ટીમને અપાય છે. ટીમ ઉપર એક સુપર વાઇઝરની દેખરેખ હેઠળ સંશોધન કરાય છે. ભાગ લેનાર ટીમ જૈવિકવિવિધતા ધરની આગ ખોરાકની સલામતી, વ્યક્તિગત, આરોગ્ય, કચરો, પર્યાવરણ વગેરેમાં લોકોની સલામતીનું કામ કરે છે. અલગ અલગ ક્ષેત્રો પ્રોજેક્ટના દાખલા પડકારરૂપ હોય છે. આ સ્પર્ધા એક માત્ર સ્થાયી આવશ્યક્તા લવચીક મુદાઓ પડકારના નિયમોથી ઉત્તેજીત થાય છે. તેના માટે એક આઇડીયા સર્વ પ્રથમ મોકલવો પડે છે .જેમાં કોઇ સમાધાન ત્રિણ કરવામાં આવે છે. 100 શ્રેષ્ઠ ફાઇનલિસ્ટ તૈયાર થયા બાદ પસંદગી માટે ન્યાયધીશો દ્વારા તપાસ કર્યા બાદ પ્રવેશ મળે છે.
આ પડકારરૂપ ચેલેન્જ ઉનાના જાણીતા સેવાભાવી ડો.નંદાભાઇ ગોંદાણીના મોટા પુત્ર નિલેષભાઇ ગોદાણીની યુવા પુત્રી શુભાંશી ગોદાણીએ ઉઠાવી નાની ઉંમરમાં અમેરીકાના સિંગાકો યુનિવરર્સીટી કોલેજમાં (નાસા) સંસ્થામાં સ્થાન મેળવી ઉના, ગીરસોમનાથ, ગુજરાત રાજ્ય નહી પરંતુ સમગ્ર દેશનું નામ રોશન કર્યુ છે. શુભાંશીએ જુનાગઢના સરદાર પટેલ શૈક્ષણિક સંકુલમાં અધ્યાસ કરતી વખતે આસાનીથી શોધી શકાય તેવું ડિવાઇસ ડિઝાસ્ટર મેનેજમેન્ટ જાન માલના રક્ષણ માટે ઉપયોગી સાબીત થાય તેવો વિશિષ્ટ રોબોટ બનાવી તેની ટીમને ટોરેન્ટોમાં યોજાયેલી વિશ્વ કક્ષાની સ્પર્ધામાં મોકલી જજીસ એવોર્ડ મેળવેલ આ સ્પર્ધામાં વિશ્વની 200 ટીમો માંથી ટોપ ટ્વેન્ટીમાં પસંદગી પામી સભ્યો ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં લોકોને બચાવી શકે તેવી રોબોટનું વર્કિગ મોડલ વિદ્યાર્થીની શુભાંશી ગોદાણીએ ભૂકંપ વખતે કાટમાળ વચ્ચેથી લોકોને ટ્રેપ કરી સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો હતો.
2020ના કોરોનાની મહામારી વચ્ચે વિશ્વના દેશો એક બીજા દેશોના વિદ્યાર્થીઓને અધ્યાસ માટે આવવા જવા માટે વીજા આપતા ન હતા. આવા સમયે જુન માસસમાં શુભાંશી નિલેષભાઇ ગોદાણી સાયન્સના પ્રથમ વર્ષમાં એડમીશન મળ્યુ અને ઓનલાઇન કોલેજનો અભ્યાસ ક્રમ શરૂ કરેલ નવે.માસમાં શુભાંશીનું પ્રથમ સત્રની પરીક્ષાનું પરીણામ આવતા 250 વિદ્યાર્થીમાં પ્રથમ આવતા નોર્થવેસ્ટ યુનિવરર્સીટીના સંચાલકોએ અમેરીકા સરકારને શુભાંશી ગોદાણી માટે તાત્કાલીક સિંગાકો કોલેજમાં પ્રવેશ આપવા વિઝા માટે ભલામણ કરતા તા.21 ડિસે.2020ના વિઝા મળતા તા. 3 જાન્યુ.2021ના સિંગાકો યુનિવરર્સીટીની કોલેજમાં શુભાંશી હાજર થઇ ગયેલ હતી.

દેશનું ગોરવ આ વિદ્યાર્થીની શુભાંશી ગોદાણીએ 18 વર્ષની નાની ઉમરમાં નાસા અવકાસી સંસ્થા વલ્ડ પેરાડિગમ ચેલેન્જમાં બીજા નંબરે આવી અને અવકાશ યાત્રી અવકાશમાં 60 દિવસથી વધારે જઇને આવ્યા હોય તેના પ્રમુખ સ્થાને આ હરીફાઇ ગોઠવાઇ હતી. અને જેમાં શુભાંશીને 15 લાખનું ઇનામરૂપે આપવામાં આવ્યા છે. તે કોલેજમાં શિક્ષણના ભંડોળ માટે વાપરાય છે.
પ્રોજેક્ટ પેરાડિગમ ચેલેન્જ શું છે
આ પ્રોજેક્ટમાં મોલીકતા રજુઆત અસર કારકતા શક્યતા પ્રથમ, દ્રિતીય, ત્રીજા રાઉન્ડ વિજેતાઓને નિર્ધાહિત વાદળી રિબીન પેનલ દ્વારા મૂલ્યાંકન કર્યા બાદ 9 થી 18 વર્ષની વ્યનિ દરેક વિદ્યાર્થીઓ યુ.એસ.પેરાડિમ ચેલેન્જ પ્રાઇઝ સમારોહમાં ભાગ લીધા બાદ વૈશ્વિક પડકારોના અભીગમોમાં પ્રેરણા આગેવાની દાખલા વિવિધ વિજ્ઞાનિક શોધ આશ્વર્યજનક અને રોમાંચિત રીતે પ્રોજેક્ટર પ્રેરાણીક ચેલેન્જ જીવન બદલવા પડકાર બને છે. અને વિદ્યાર્થીઓમાં નવીનતા લાવવા પ્રયાસ કરે છે.
નાની ઉંમરે દિકરીએ પડકાર ઉઠાવ્યો
મૂળ વતન ઉના અને હાલ અમેરીકા સિગાકો કોલેજમાં અભ્યાસ કરતી શુભાંશી ગોદાણીએ પોતાના માતા-પિતા અને દાદાના સ્વપના સાકાર કરી નાની ઉંમરમાં પ્રથમ વખત ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે કામ કરતો રોબોટ બનાવી ચેલેન્જને સાર્થક કરી દેખાડેલ એ વખતે રાજ્યના તાત્કાલીક મુખ્યમંત્રી અને હાલ રાજ્યપાલ આનંદીબેન પટેલએ પણ આને અભિનંદન પાઠવી તેના ઉત્સાહમાં પ્રેરણાબળ પૂરૂ પાડેલ છે.
કોણ છે શુભાંશી ગોદાણી
ઉનાની જાણીતા સેવાભાવી તબીબ ઉના મેડીકલ એસોસીએશનના પાયોનિયર સભ્ય મહેતા દિપચંદ ગાડી હોસ્પીટલના ટ્રસ્ટી અને ટ્રેઝરર ડો.નંદલાલભાઇ ગોદાણીના મોટા દિકરા નિલેષભાઇની દિકરી છે. જેણે વલ્ડ રોબોટ ઓલમ્પિયાડમાં સમગ્ર દેશનું વૈશ્વિક ક્ષેત્રના દેશોમાં નામ ઉજળુ કર્યુ છે.
