પંચમહાલ: માસુમ ધૈયરાજસિંહની મદદે આવ્યા યુવાનો જાણો લોકોને કરી અપીલ

પંચમહાલ : પંચમહાલ જીલ્લાના ગોધરામા રહેતા રાજદીપસિંહના ત્રણ માસના પુત્ર માટે શિવરાત્રીના દિવસથી યુવાનોએ પનોતાપુત્રને બચાવા માટે પહેલની શરૂઆત કરી છે. શહેરા તાલુકાના જાણીતા મરડેશ્વર મહાદેવના મંદિર ખાતે ધૈયરાજસિંહને મદદ કરોના લોકસદેશ સાથે આમ જનતાને અપીલ કરી હતી.દર્શનાથે આવેલા ભકતોએ ઉદારહાથે યથાશક્તિ પ્રમાણે માસુમ બાળક માટે દાન કર્યુ હતુ.

પંચમહાલ જીલ્લાના ગોધરામાં રહેતા મુળ મહીસાગર જીલ્લાના કાનસરના વતની ત્રણ માસનો ધૈયરાજસિંહ રાઠોડ શોસિયલ મિડીયામાં ચર્ચાના કેન્દ્ર સ્થાને છે.રાજદીપસિંહ રાઠોડના ત્રણ માસના પુત્ર ધૈયરાજસિંહ રાઠોડ સ્પાઈનલ મસ્ક્યુલર એટોફી નામની બીમારીથી પીડાઈ રહ્યો છે.જેમા સ્નાયુ નિષ્ક્રિય થઈ જાય છે. આ બીમારી માટેની દવા અમેરિકાએ બનાવીછે. જેનો ખર્ચ ૧૬ કરોડ રૂપિયા જેટલો થાય છે. આથી માસુમ બાળકના પિતા અમેરીકાથી લવાતુ ઈન્જેકશન ખર્ચી શકે તેમ નથી. ધૈયરાજને મદદ કરવા માટે એક સોશિયલ કેમ્પેઈન ચાલી રહ્યુ છે. જેમા આર્થિક મદદ કરવા માટે અપીલ કરવામા આવી રહી છે. પોતાના જીલ્લાનો પનોતોપુત્ર હોવાની સાથે પોતાની સામાજીક જવાબદારી સમજીને મહીસાગર જીલ્લાના યુવાનો આ માસુમ બાળકની મદદ માટે પહેલ ઉપાડી છે.

મહિસાગર જીલ્લાના યુવાનો પણ આ માસુમ બાળકના પરિવારને આર્થિક મદદ મળી રહે તે માટે આગળ આવ્યા છે.પંચમહાલ જીલ્લાના શહેરા તાલૂકાના પાલીખંડા ગામે મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે યુવાનોએ ધૈયરાજસિંહને મદદ કરો.ના સંદેશ સાથે શિવરાત્રીમાં દર્શનાથે આવેલા શિવભકતોને યથાશક્તિ પ્રમાણે દાન કરવા અપીલ કરી હતી.દર્શનાથે આવેલા લોકોએ પણ ધૈયરાજસિંહની મદદ માટેની દાન પેટીમાં યથાશક્તિ પ્રમાણે દાન કર્યુ હતૂ.મહિસાગરના વિવિધ શિવાલયો ખાતે પણ યુવાનોની ટીમે ધૈયરાજસિંહ માટે આ રીતનુ કેમ્પેઇન ચલાવ્યુ હતુ.અભિયાનમાં સહભાગી થનાર યુવક જયદેવસિંહ સોલંકીએ જણાવ્યુ હતુ કે અમે મરડેશ્વર ખાતેથી ધૈયરાજસિંહની માટે અભિયાન હાથ ધર્યુ છે.અમે લોકોને પણ મદદ કરવા અપીલ કરીએછે.મહિસાગર જીલ્લાના શિવાલયોમાં પણ અમારી ટીમ કાર્યરત છે.મહાદેવ દાદાની કૃપાથી ૧૬ કરોડ રૂપિયા એકત્રીત થશે તેવી આશા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap