પંચમહાલ: તાલુકા પંચાયતના પ્રમૂખ- ઉપપ્રમૂખ પદની બિનહરીફ વરણી,કોંગ્રેસના ઉમેદવાર પોલીસ જાપ્તા વચ્ચે રહ્યા હાજર

શહેરા,પંચમહાલ : નગરપાલિકાના પ્રમૂખ -ઉપપ્રમૂખની ચૂટણી બાદ તાલુકા પંચાયતના પ્રમૂખ-ઉપપ્રમૂખ પદની ચુટણી તાલુકા પંચાયતના સભાખંડ ખાતે યોજાઇ હતી.જેમા પ્રમૂખ અને ઉપપ્રમૂખ નક્કી કરવામા આવ્યા હતા.સર્વાનુમતે બીનહરીફ વરણી થતા તેમને ઉપસ્થીત સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા.
શહેરા તાલૂકા પંચાયતમા ફરી ભાજપનો ભગવો લહેરાયો છે.

પંચમહાલ જીલ્લાની સાત તાલુકા પંચાયત પૈકી શહેરા તાલુકા પંચાયતના
ચૂટણીના પરિણામ બાદ ગૂરુવારના રોજ શહેરા તાલુકા પંચાયતના સભાખંડ ખાતે પ્રમૂખ-ઉપપ્રમૂખના પદ માટેની ચૂટણીનુ આયોજન થયુ હતૂ,ચુટણી અધિકારીની હાજરીમા ચૂટણી યોજાઇ હતી.જેમા ભાજપના ચૂટેલા તમામ સભ્યો હાજર રહ્યા.
સર્વાનુ મતે પ્રમૂખ તરીકે રયજીભાઈ નાયકા
ઉપપ્રમૂખ તરીકે ભારતસિંહ સોલંકીની વરણી કરવામા આવી હતી.કારોબારી અધ્યક્ષ તરીકે અર્જનભાઈ બારીયા,પક્ષના નેતા તરીકે વિક્રમસિંહ ખાંટની થઈ બીનહરીફ વરણી કરવામા આવી હતી.તાલુકા પંચાયતમા ફરી ભાજપનો ભગવો લહેરાયો હતો.ચુટણીને લઇને પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો હતો.

-વાડી બેઠકના કોંગ્રેસના વિજેતા સભ્ય પોલીસ જાપ્તા વચ્ચે રહ્યા હાજર

શહેરા તાલૂકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા
માં ભાજપના તમામ સભ્યો તેમજ મહિલા સભ્યો હાજર રહ્યા હતા.આ ચૂટણીમા
પોલીસ બંદોબસ્ત વચ્ચે વાડી તાલુકા પંચાયતના કોંગ્રેસના વિજેતા સભ્ય જસવંતસિંહ સોલંકી પોલીસ જાપ્તા વચ્ચે પણ હાજર રહ્યા હતા.જસવંતસિંહ સોલંકી સામે લેઁંન્ડ ગ્રેબીંગ કેસ દાખલ થયો છે.તેઓ સામાન્ય સભામા પ્રકીયામા હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap