પંચમહાલ:-પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે રોપ-વેની સુવિધા આગામી આટલા દિવસ સુધી બંધ રહેશે

હાલોલ,પંચમહાલ : પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકામા આવેલા પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આગામી તારીખ ૮-૩-૨૧ થી ૧૩-૩-૨૧ સુધી માઇભકતોને નીજમંદિર પાસે લઈ જતી રોપ-વેની સુવિધા બંધ રાખવાનો નિર્ણય સંચાલન કરતી કંપની ઉષા બ્રેકો લિ. દ્વારા લેવામા આવ્યો છે.

પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકામા 52 શક્તિપીઠ માની એક પાવાગઢ શક્તિપીઠ આવેલી છે.જ્યા મા મહાકાલી બીરાજે છે.તેના દર્શન કરવા માટે ગુજરાત જ નહી પણ ભારતભરમાથી માઇભકતો આવે છે. પાવાગઢ તળેટીમાથી માંચી સુધી વાહન દ્વારા પહોચી શકાય છે અને ત્યાથી નીજ મંદિર સુધી જવા માટે રોપ-વે અને પગથિયાની વ્યવસ્થા કરવામા આવી છે.પણ મોટા ભાગના માઈભકતો જલદી પહોચી જવા માટે રોપ-વેમાં બેસવાનૂ કરે છે.તો કેટલાક પગથિયા ચઢવાનુ પસંદ કરે છે.

જેમા બેસીના પ્રાકૃતિક દશ્યોને જોવાનો લ્હાવો માણી શકાય છે.ઉષા બ્રેકો લિ દ્વારા આ રોપ-વેનુ સંચાલન કરવામા આવે છે. તેમના દ્વારા જાહેર કરવામા આવેલા લેખિત નિવેદનમા જણાવામા આવ્યુ છે કે મહાકાલીકાના ઉડનખટોલા તારીખ ૮-૩-૨૧ થી ૧૩-૩-૨૧ સુધી રોપ-વેની સુવિધા બંધ રહેશે,રોપવેની સમારકામની કામગીરીને લઈને આ નિર્ણય લેવામા આવ્યો છે,અને જો કદાચ સમારકામની કામગીરી નિયત તારીખ પહેલા પુરી થઈ જાય તો રોપ- વે સેવા નિર્દિષ્ટ તારીખ પહેલા શરૂ કરી દેવામાં આવશે.તેમ પણ જણાવામાં આવ્યુ છે.મહાકાલી માતાના મંદિરે દર્શનાર્થે આવનારા માઈભકતોએ દર્શન કરવા માટે પગથિયા ચઢીને જવુ પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap