વનવિભાગનું છટકુ ફેલ, દીપડો પાંજરામાં ઘુસ્યો પણ પાંજરુ બંધ થયુ નહીં

વિજયસિંહ સોલંકી, પંચમહાલ: જિલ્લાનાં ઘોંઘબા તાલુકામાં પાછલા દસ દિવસથી હાહાકાર મચાવનાર દીપડાને શોધવા માટે વનવિભાગની ખાસ છ જેટલી ટીમો ટ્રેપ કેમેરાની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધરી રહી છે. પંરતુ દીપડાને પકડવામાં સફળતા મળી રહી નથી. ફરી એકવાર ચાલાક દીપડાએ ગોયાસુંડલ ગામે ગોઠવામા આવેલા પાંજરામાં બકરાનું મારણ કરીને હાથ તાળી આપવાની સાથે વનવિભાગને જાણે પડકાર ફેકીને ફરાર થઈ ગયો હતો. દીપડાની દહેશતને કારણે અહીના સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

પંચમહાલ જિલ્લાના ઘોંઘબા તાલુંકામાં હાહાકાર મચાવતા દીપડાની દહેશતને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગોયાસુંડલ તેમજ કાંટાવેડા ગામે બે નિર્દોષ બાળકોને મોતને ઘાટ ઊતારી દેનાર નરભક્ષી દીપડાને પકડવા માટે વનવિભાગે ભારે કમર કસી છે. જેમા સુરતથી ખાસ એક્ષપર્ટ ટીમ બોલાવામા આવી છે.અને દીપડાની અવરજવર વાળી જગ્યાએ ટ્રેપ કેમેરા ગોઠવીને તપાસ હાથ ધરવામાં આવી છે. બનાવને લઇને જિલ્લા કલેકટર અમિત અરોરા પણ આ મામલે સમગ્ર પરિસ્થિતી પર નજર રાખી રહ્યા છે.

આ દીપડાને પકડવા માટે નવ જેટલા પાજરા મુકવામાં આવ્યા છે. પરંતુ દીપડો જાણે ચાલાક હોય તેમ વનવિભાગને પકડાર ફેકી રહ્યો છે. ગોયાસુંડલ ગામ પાસેનાં જંગલમાં મુકેલા પાજરામાં બકરીનું મારણ દીપડાને પકડવા માટે મૂકવામાં આવ્યુ હતુ. પરંતુ તેમાં બકરીને શિકાર બનાવીને દીપડો ફરાર થઈ જતા પાજરામા પુરાયો ન હતો. ચોકાવનારી વાત એ છે. વનવિભાગની આટલી બધી તૈયારી હોવા છતા પાંજરુ કેમ બંધ થયુ નહી ? તે એક સવાલ ઉભો કરે છે.

આ પહેલા પણ આ વિસ્તારમાં મૂકવામા આવેલા પાજરામાં મૂકેલા બકરીના શિકારને ખેચી ગયો હતો.પણ વનવિભાગનુ પાજરુ બંધ થયુ ન હતુ.દસ દિવસથી ઘોંઘબા પંથકમાં દહેશતનો માહોલ ફેલાવનાર દિપડાને કારણે સ્થાનિક લોકો અને ખેડૂતોમાં પણ ડરનો માહોલ વ્યાપી ગયો છે.અહીનાં ગ્રામીણ વિસ્તારોમાં આવેલી શાળાના શિક્ષકો કે જેઓ હોમ લર્નિગ તેમજ વાલી સંપર્ક કરવા જાય છે.તેઓમાં પણ ભયનો માહોલ વ્યાપી ગયો છે.

કેટલાક શિક્ષકો પોતાની બાઇક લઇને શાળાએ નોકરીએ જતા હતા.જ્યારથી દિપડાના હુમલાની ઘટનાઓ બની છે.ત્યારે શિક્ષકો ખુદ પોતાની ફોર વ્હીલર ગાડીમાં નોકરીએ આવી રહ્યા છે.તેવૂ સુત્રો પાસેથી જાણવા મળ્યુ છે.શિક્ષકો પણ વાલીઓ અને વિદ્યાર્થીઓને સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે.હાલમા દિપડાની દહેશતને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.સાથે દિપડો જલદી પાજરે પુરાય તેવી આશા પણ સેવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap