પંચમહાલ: પાવાગઢ મહાકાલી મંદિર પાસેના બાવા બજારના દબાણો પર તંત્રની કાર્યવાહી.

હાલોલ,પંચમહાલ

પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકામાં આવેલી પાવાગઢ શક્તિપીઠ ખાતે મહાકાલી મંદિરની આસપાસના વિસ્તારોના ડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે. વહીવટીતંત્ર દ્વારા પોલીસને સાથે રાખીને બાવા બજારના આસપાસના દબાણો અને દૂકાનો અને રહેણાક મકાનોને તોડી પાડવામા આવ્યા હતા.આ દબાણકારોને નોટીસ પણ આપવામા આવી હતી.

પંચમહાલ જીલ્લાના હાલોલ તાલૂકામાં 52 શક્તિપીઠ પૈકી પાવાગઢ શક્તિપીઠ આવેલી છે.જેના દર્શન કરવા માટે ગુજરાત સહિત અન્ય રાજ્યમાથી માઈભકતો આવે છે.પાવાગઢ યાત્રાધામનુ હાલમાં ડેવલપમેન્ટ થઈ રહ્યુ છે.જેમા રોડ રસ્તા સાથે પગથિયા સહિત આવનારા પ્રવાસીઓને મહાકાલી માતાજીના દર્શન કરવા સરળ પડે તે હેતુથી મંદિર પરિસરને વિશાળ બનાવામાં આવી રહ્યુ છે.જેથી પાછળ કરોડો રૂપિયા ખર્ચવામા આવી રહ્યા છે.હાલ આ કામો પણ પુર્ણતાને આરે છે.અહી આવેલા બાવા બજાર પાસે દૂકાનો અને રહેણાક દબાણો હતા.આ મામલે તંત્ર દ્વારા નોટીસ આપવામા આવી હતી.આ મામલે દબાણ દૂર નહિ કરવામા આવતા તંંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણો દૂર કરવામા આવ્યા હતા.આ મામલે દુકાનો ધરાવતા લોકોએ મિડીયા સમક્ષ પોતાનો બળાપો ઠાલવ્યો હતો.પોતે વર્ષોથી અહી ધંધો રોજગાર કરી રહ્યા છે. અમે કયા જઈશુ? અમે જગ્યા આપવા તૈયાર હતા પણ અમારી રજુઆત સાભળી નહી.તેવા આક્ષેપો લગાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap