પંચમહાલ: જિલ્લાના વડામથક ગોધરા ખાતે આવેલી શ્રી ગોવિંદગૂરૂ યુનિવર્સિટી સામે મહિસાગર જિલ્લાની બે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કોરોનાકાળમા ગાઇડલાઈન મુજબ લેવામા આવેલી પરીક્ષા બાદના પરિણામોમાં પેપરના કુલ માર્કસ કરતા વધારે માર્કસ તેમજ ઝીરો માર્કસ આપવામા આવ્યો હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે. આ તરફ યુનિવર્સિટીના VC પ્રતાપસિંહ ચૌહાણ દ્વારા આક્ષેપોને નકારવામા આવ્યા છે. વધુમાં આ અંગે તપાસના આદેશ પણ આપવામા આવ્યા હોવાનુ જણાવ્યુ હતૂ.
ગોધરાની ગોવિંદગૂરુ યુનિ સામે વિદ્યાર્થીઓ દ્વારા કયા આક્ષેપો કરવામા આવ્યા જાણો
ગોધરા ખાતે શ્રી ગોવિંદગૂરૂ યુનિવર્સીટી આવેલી છે,જેમા ચમહાલ,દાહોદ,મહિસાગર,છોટાઉદેપુર,વડોદરા જીલ્લાની સંલગ્ન કોલેજોનો સમાવેશ કરવામા આવ્યો છે.હાલમા કોરોનાકાળ દરમિયાન યુનિવર્સીટી દ્વારા વિવિધ વિદ્યાશાખાઓની પરિક્ષા ગાઇડલાઈનના પાલન સાથે લેવામા આવી હતી.તેના પરિણામો જાહેર કરવામા આવ્યા છે.મહિસાગર જીલ્લાની એક કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવેલા માર્કસ લઈને યુનિર્વસીટી સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે.મહીસાગર જિલ્લા ની વેદાંત કોલેજના સાયન્સ સ્ટ્રીમ ના વિદ્યાર્થીઓ ને ૫૦ માર્ક્સ ના પરીક્ષા ના પેપર માં કુલ માર્ક્સ કરતા વધારે માર્ક્સ આપવા અને કેટલાક વિદ્યાર્થીઓ ને માત્ર ઝીરો માકસ આપવામા આવ્યો હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે.
આદિવાસી વિસ્તારની યુનિવર્સિટીની છબીને ખરડવાનો પ્રયાસ: VC પ્રતાપસિંહ ચૌહાણ
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વી.સી. ડો.પ્રતાપસિંહ ચૌહાણે તમામ આક્ષેપો નું ખંડન કરતા જણાવ્યું હતું કે કોઈ હિત શત્રુ એ આદિવાસી વિસ્તારની યુનિવર્સિટી ની છબીને ખરડવા માટેનું કાવતરું કર્યું છે.જ્યાં સુધી 50 માંથી 52 માર્ક્સ આવાનો સવાલ છે તો એ 50 માર્ક્સનું જ પેપર યુનિવર્સિટી દ્વારા લેવા માં આવ્યું હતું.અને પ્રો રેટા મુજબ પ્રમાણસર માર્ક્સ 70 એ કેટલા થાય એવા સાદા ગણિત ના આધારે આપવામાં આવ્યા છે.યુનિવર્સિટીની પરીક્ષા અને ઉત્તરવહીની ચકાસણી નિયમોનુસાર જ થઈ છે.પરંતુ આ સમગ્ર મામલો રાજકીય રીતે આદિવાસી વિદ્યાર્થીઓ ના ભાવિ સાથે ચેડાં કરવા નું ષડયંત્ર છે અને યુનિવર્સિટી ને બદનામ કરવા નું કાવતરું હોવાનું જણાવ્યું હતું.જે વિદ્યાર્થીઓના માર્ક્સ 50 કરતા વધુ આવ્યા છે તે પ્રો રેટા પ્રમાણે નિયત નિયમોનુસાર જ આપવામાં આવ્યા છે.
ઝીરો માર્ક્સ મેળવનાર લુણાવાડાની કોલેજના વિદ્યાર્થીએ અરજી કરી હતી જેની યોગ્ય તપાસ કરવા માં આવશે અને જે કોઈ રજૂઆતો છે તેના તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.જે વિદ્યાર્થીઓના ઝીરો માર્ક્સ આવ્યા છે તેમની ઉત્તરવહીમાં કશું લખાણ જ નથી જેથી ઝીરો માર્ક્સ અપાયા હોવા નું પણ તેઓ સ્પષ્ટતા કરી હતી.જે વિદ્યાર્થીઓને માર્ક્સ ઓછા આવ્યા છે. તે તમામની ઉત્તરવહી યુનિવર્સિટી પાસે ઉપલબ્ધ છે અને તેમાં કોઈ લખાણ જ નથી જેથી માર્ક્સ ઝીરો આપવા આવ્યા છે.સાયન્સના ત્રીજા સેમેસ્ટર ની 2600 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તેમાંથી લગભગ 25 જેટલા વિદ્યાર્થીઓના માર્ક્સ ઝીરો આવ્યા હોવા નું ડો. પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું.જો કે જેને આ ખોટું કાવતરું રચી યુનિવર્સિટીને બદનામ કરવાનો કારસો રચ્યો છે તેમની સામે પણ પગલાં લેવાશે તેમ વી.સી.દ્વારા જણાવાયુ હતુ.
