પંચમહાલ: શહેરાના મહેલાણ ખાતે સીએમના આગમનની તડામાર તૈયારી, જુઓ વીડિયો

પંચમહાલ: જિલ્લાના શહેરા તાલુકાના મહેલાણ ગામે સીએમ રુપાણીએ ખાતમુર્હત અને વિકાસકાર્યોના કામોનુ લોકાર્પણ કરવા આવી રહ્યા છે. તેને લઇને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામા આવી રહી છે. જેમા હેલિપેડ તેમજ સભાસ્થળ ખાતે કોઈ કચાસ નહીં રહી જાય તે માટે ખાસ તૈયારીઓ કરવામા આવી રહી છે. પાણી પુરવઠા અને ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ વિભાગ,જળસંપત્તિ- પાણી પુરવઠા સહિતના વિકાસ કામોનું ખાતમૂહુર્ત કરવામા આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કુલ રૂ. ૭૦૫ કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવશે. શહેરા તાલુકાના મહેલાણ ખાતે યોજાનાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી રૂપાણી દ્વારા રૂ. ૨૦૦ કરોડથી વધુના ખર્ચે તૈયાર વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવશે જેમાં રૂ. ૧૩૬ કરોડથી વધુના ખર્ચે મોરવા હડફ ખાતે હારેડા જૂથ પાણી પુરવઠા યોજના,આ યોજના કાર્યાન્વિત થવાથી મોરવા હડફ તાલુકાના ૫૧ ગામોના અંદાજે ૨ લાખથી વધુ લોકોને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થશે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ અંતર્ગત રૂ. ૨૨.૪૩ કરોડના ખર્ચે હાલોલ ખાતે પોલીટેકનિક કોલેજનું બાંધકામ, રૂ. ૧૭.૨૧ કરોડના ખર્ચે મોરવા હડફ ખાતે આર્ટસ એન્ડ સાયન્સ કોલેજનું બાંધકામ, રૂ. ૧૫.૯૦ કરોડના ખર્ચે જાંબુઘોડા ખાતે આર્ટસ એન્ડ સાયન્સ કોલેજનું બાંધકામ અને રૂ. ૮ કરોડના ખર્ચે શિક્ષણ વિભાગ દ્વારા ગોધરા તાલુકામાં ચંચોપા મોડેલ સ્કુલનું લોકાર્પણ કરાશે.

જેમાં જળ સંપત્તિ વિભાગ હેઠળ રૂ. ૩૧૫ કરોડના ખર્ચે તૈયાર થનાર પાનમ જળાશય આધારિત ઉદ્દવહનથી તળાવ ભરવાની યોજનાના કામો અને રૂ. ૧૩૮ કરોડના ખર્ચે તૈયાર થનાર પાનમ હાઇલેવલ કેનાલ આધારિત ઉદ્દવહનથી તળાવ ભરવાની યોજના કામોનું ખાતમૂહુર્ત કરાશે. આ યોજના તૈયાર થવાથી ૧૨૮ ગામોની ૪૩,૫૦૦ હેક્ટર જમીનને સિંચાઇનો લાભ મળશે. જ્યારે શિક્ષણ વિભાગ (GCERT)ગાંધીનગર અંતર્ગત રૂ. ૧૨.૬૦ કરોડના ખર્ચે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ,ગોધરા,અંબાલીના નવીન બાંધકામ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ ગોધરા- પંચમહાલ અંતર્ગત રૂ. ૩૫ કરોડના ખર્ચે ગુજરાત ઓર્ગેનિક એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી હાલોલ, પાણી પુરવઠા વિભાગ હેઠળ રૂ. ૬.૬૬ કરોડના ખર્ચે વણાકબોરી ફળિયા કનેક્ટિવિટી જૂથ પાણી પુરવઠા યોજના તેમજ રૂ. ૩.૧૦ કરોડના ખર્ચે અદેપુર ફળિયા કનેક્ટિવિટી જૂથ પાણી પુરવઠા યોજના જ્યારે બાગાયત વિભાગ, ગોધરા- પંચમહાલ હેઠળ રૂ. ૫.૪૩ કરોડના ખર્ચે સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર હોર્ટીકલ્ચર એટ ખાંડીવાવ, જાંબુધોડાનું ખાતમૂહુર્ત કરવામાં આવશે.

આ પ્રસંગે પાણીપુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયા, ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, કૃષિ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર, સાંસદ, ધારાસભ્ય ઓ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

શહેરા તાલૂકાના પુર્વપટ્ટીના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને થશે લાભ

શહેરા તાલુકાના પુર્વપટ્ટી વિસ્તારમા આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં સિંચાઈના પાણીને લઈ ખેડુતોમાં બુમો ઉઠતી હતી,ત્યારે CM વિજયરૂપાણી ૧૩૮ કરોડના ખર્ચે પાનમ હાઇલેવલ કેનાલ આધારીત ઉદવહન સિંચાઈ યોજનાનુ ખાતમુર્હત કરવાના છે.ત્યારે અહીના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap