પંચમહાલ: શહેરાનગરમાં પાલિકાતંત્રએ નડતર રૂપ દબાણો પર બુલડોઝર ફેરવ્યુ, જુઓ વીડિયો

પંચમહાલ: જિલ્લાના શહેરાનગરમા આજ સોમવારના રોજ નગરપાલિકા ટીમ દ્વારા બસ સ્ટેશન વિસ્તારસહિતની દૂકાનોની આગળના પતરાના છજા તેમજ ઓટલા સહિતના દબાણો તોડવામાં આવ્યા હતા. દબાણો તોડતી વખતે પોલીસનો પણ ચૂસ્ત બંદોબસ્ત રાખવામા આવ્યો હતો.

પંચમહાલ જીલ્લાના શહેરા નગર પાલિકા

દ્વારા શહેરાનગર વિસ્તારના બસ સ્ટેશન વિસ્તાર,વૈજનાથ ભાગોળ સહિતના વિસ્તારોમાં આવેલી દુકાનોની આગળના દબાણો તોડવાની કામગીરી કરવામા આવી હતી.શહેરા પાલિકાના અધિકારીઓની ટીમ સાથે બસ સ્ટેશન વિસ્તારમા પહોચી હતી.જેસીબી સાથે પહોચેલી ટીમે દૂકાનની આગળના પતરા સહિતના દબાણો દૂર કર્યા હતા.શહેરાનગર પાલિકાના અધિકારી જીતેન્દ્ર જોષીએ જણાવ્યુ કે શહેરાનગર પાલિકા દ્વારા દૂકાનોની બહારના ઓટલા તેમજ પતરા છજા ઉતારવા માટે ૧૦ દિવસની નોટીસ આપવામાં આવી હતી,અને એક મહિનો જેટલો સમય વીતી ગયો હતો.

છતા વેપારીઓએ પોતે તેનુ પાલન ન કર્યુ.જેમા ૩૩૦ જેટલી નોટીસોની સામે ૧૨૮ જેટલી દૂકાનોની સામે કાર્યવાહી કરવામાં આવી અને પતરાના છજા અને ઓટલા હટાવામા આવ્યા.જેમા શહેરા પોલીસના પીઆઈ એમ.આર.નકુમ સહિત સ્ટાફનો પુરતો સહયોગ રહ્યો.”દબાણો દુર કરતી વખતે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ રાખવામા આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap