પંચમહાલ : મોરવા હડફ ભાજપનો પ્રચાર અંતિમ ચરણમા,સ્ટાર પ્રચારક પુરુષોત્તમ રૂપાલાની જાહેરસભા

મોરવા હડફ : પંચમહાલ જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચુટણીનો પ્રચાર તેના અંતિમ ચરણમાં છે.ત્યારે પંચમહાલના પુર્વપટ્ટીના આદિવાસી વિસ્તાર ગણાતા મોરવા હડફમાં ભાજપ દ્વારા પ્રચારસભાનુ આયોજન કરવામા આવ્યુ હતુ,
જેમા કેન્દ્રીયમંત્રી અને ભાજપના નેતા સ્ટાર પ્રચારક પુરૂષોત્તમ રૂપાલા ખાસ હાજર રહ્યા હતા.સ્થાનિક ચૂટણીમાં ભાજપના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

પંચમહાલ જીલ્લાના આદિવાસી વિસ્તારમા સ્થાનિક સ્વરાજની સીટો કબજે કરવા માટે ભાજપે હવે કમર કસી છે.પંચમહાલનો મોરવા હડફ વિસ્તાર આદિવાસી સમાજની પ્રભૃત્વ ધરાવતો વિસ્તારછે.અહી જીલ્લા પંચાયતની 5 અને તાલુકા પંચાયતની 24 બેઠકો પર મતદાન યોજાવાનુ છે.કેન્દ્રીય મંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક પુરૂષોત્તમ રૂપાલા આજે મોરવા હડફ ખાતે હેલીકોપ્ટર મારફતે આવી પહોચ્યા હતા.ત્યાથી સભા સ્થળે પહોચ્યા હતા. પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ, પરાક્રમસિંહ જાડેજા, તથા શરામસિંહ રાઠવા, જીલ્લા મહામંત્રી ધવલભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય નિમિષાબેન સુથાર , વિક્રમસિંહ ડિંડોર, સહિત ના ભાજપના મહાનુભાવો દ્વારા પુરુષોત્તમ રૂપાલાનુ સ્વાગત કર્યુ હતુ.મિડીયા સાથેની વાતચીતમા પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યુ હતુ કે પંચાયતમાં મોદીજીએ લીધેલા નિર્ણયોને લીધે સરપંચોને એવુ લાગે છે.આઝાદી પછી એવી સરકાર જે ગામડા,અને ગ્રામ પંચાયતની વ્યવસ્થા માટે ચિંતા કરે છે.જેનો પ્રતિસાદ ચૂટણીમાં BJP ને તરફેણમાં મળે તેવો દેખાય છે.મહા નગરપાલિકાના પરિણામના બાબતે તેમને જણાવ્યુ કે કોંગ્રેસ પરિણામોથી હતાશ થઈ ગઈ છે.ચુટણીમાં ભાજપનુ પ્રભાવી રીતે વાતાવરણ રહેશે તેવુ લાગી રહ્યુ છે.ગોધરામા ઔવેશીની પ્રચાર બાબતે થયેલી સભાના એક પ્રશ્નના જવાબમાં જણાવ્યુ હતુ કે ઔવેશીની કોઈ એજન્ડા નથી,રણનીતી નથી.લોકોની વચ્ચે ચર્ચા નથી.આની સમજણ જ્યારે લોકોના મનમા આવશે ત્યારે સવાલોના જવાબ મતદાર આપશે.
સભામા સ્થાનિક ચૂટણીના ઉમેદવારો તેમજ આસપાસના સ્થાનિક લોકો પણ સભામા હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap