પંચમહાલઃ મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણીના મતદાનનો શાંતિપુર્ણ માહોલમાં પ્રારંભ

પંચમહાલ, વિજયસિંહ સોલંકી

પંચમહાલ જીલ્લામાં આવેલી મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટાચુટણીનુ મતદાન પોલીસના ચુસ્ત બંદોબસ્ત યોજાઈ રહ્યુ છે.સવારના સાત વાગ્યાથી મતદાનમથકો પર મતદાન શરૂ થયુ હતુ.જીલ્લામાં કોરોનાની વધતી જતી પરિસ્થિતી વચ્ચે મતદાન યોજાઈ રહ્યુ છે. ત્યારે કોરોનાનુ સંક્રમણ લાગે નહી તે માટે તંત્ર દ્વારા મતદારોની ખાસ તકેદારી લેવામા આવી હતી.ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

પંચમહાલ જીલ્લામા આદિવાસી સમાજની પ્રભુત્વ ધરાવતી મોરવા હડફ વિધાનસભાની બેઠક માટે પેટાચુટણી યોજાઈ રહી છે.
મોરવા હડફના પુર્વ ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ખાંટના અવસાન બાદ આ બેઠક ખાલી પડી હતી. ચુટણીપંચ દ્વારા પેટાચૂંટણી જાહેર કરવામા આવી હતી.સવારના સાત વાગ્યાથી મતદાન શાંતિપુર્ણ માહોલમા પ્રારંભ થયો હતો. ઉનાળાની ધોમધખતી ગરમીથી બચવા માટે મતદારોએ સવારમા મતદાન કરવાનુ પસંદ કર્યુ હતુ. 329 જેટલા મતદાન મથકો પર શાંતિપુર્ણ માહોલમાં મતદાનો પ્રાંરભ થયો હતો.ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથારે મોરવા હડફમા આવેલા મતદાન મથક ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કોંગ્રેસના ઉમેદવારે સાગવાડા ખાતે આવેલા મતદાનમથક ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
કોરોનાના માહોલમાં મતદાન યોજાઈ રહ્યુ છે.ત્યારે મતદારોને માટે ખાસ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામા આવી હતી.જેમાં મતદાન કરવા આવતા તમામ મતદારોનુ આરોગ્યકર્મીઓ દ્વારા થર્મલગન થી તપાસ કરવામા આવી હતી.માસ્ક અને સેનેટાઈઝ કર્યા બાદ તેમજ હેન્ડ ગ્લોઝ આપી દીધા બાદ જ પ્રવેશ આપવામા આવતો હતો. કોવિડની ગાઈડલાઈન સાથે મતદાનની યોજવામા આવી રહ્યુ હતુ. દિવ્યાંગ મતદારોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામા ખાસ રસ દાખવ્યો હતો.સ્વંયસેવકો તેમને ખાસ સહાયરૂપ બનતા જોવા મળતા હતા.
કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ અને પેરામિલિટીરી ફોર્સનો બંદોબસ્ત રાખવામા આવ્યો છે.જીલ્લા કક્ષાએથી કલેકટર અમિત અરોરા. એસપી ડો.લીના પાટીલ,નાયબ જીલ્લા ચુટણી અધિકારી નેહા ગુપ્તા સમગ્ર ચુટણી પર ચાંપતી નજર રાખી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap